Politics News: રાઇઝિંગ ભારત મંચ તરફથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હું જાતિવાદ અને સાંપ્રદાયિકતામાં માનતો નથી. આપણા વડાપ્રધાને કહ્યું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ. હું મારા વિસ્તારના તમામ લોકોને પરિવાર માનું છું. છેલ્લા 10 વર્ષમાં મેં કરેલા કામના કારણે લોકો મારા નામની સાથે સાથે મારા કામને પણ જાણતા થયા છે. મારે પોસ્ટર અને બેનરોથી પ્રચાર કરવાની જરૂર નથી. મારે મતના બદલામાં લોકોને કોઈ સેવા આપવાની જરૂર નથી. હું લોકોને મળીશ, લોકોના ઘરે જઈશ અને તેમના આશીર્વાદ લઈશ. હું ઘરે ઘરે જઈને પ્રચાર કરીશ.
આ સિવાય લોકસભાને લઈ વાત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવને હટાવ્યા છે. એટલું જ નહીં ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવી દીધા છે. ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર ચૂંટણી પંચે મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવી દીધા છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે BMC એટલે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર ઈકબાલ સિંહ ચહલ, એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. જોકે ચૂંટણી પંચના અધિકારીઓ સામેની આ કાર્યવાહી માટે તાત્કાલિક કોઈ કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે સમાન સ્પર્ધા સુનિશ્ચિત કરવા અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે.