બજેટની ભાષાને સમજતા તજજ્ઞોને પણ થોડો સમય લાગતો હોય છે, આવામાં સામાન્ય જનતા માટે તે સમજવું ઘણું જ અઘરું બની જતું હોય છે. પરંતુ બજેટના દિવસે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની નજર શું સસ્તું થયું અને શું મોંઘું થયું તેના પર રહેતી હોય છે. આવો જાણીએ કે આજના બજેટમાં સરકારે કરેલી જાહેરાતોના કારણે કઈ વસ્તુઓ પર કેવી અસર પડશે.
નાણામંત્રી ર્નિમલા સિતારમને આજે રજૂ કરેલા બજેટમાં સંખ્યાબંધ વસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીમાં ફેરફારની જાહેરાત કરી છે.જેના પગલે આ વસ્તુઓના ભાવ પર પણ અસર પડવાની છે. બજેટની જાહેરાતો પર ધ્યાન આપવામાં આવે તો સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટીમાં અપાયેલી છુટ એક વર્ષ માટે વધારવામાં આવી છે.બીજી તરફ અનપોલિશ્ડ ડાયમંડ તેમજ જેમ્સ અને જ્વેલરી પરની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને પાંચ ટકા કરાઈ છે.હાલમાં આ ડ્યુટી ૭.૫ ટકા છે.
શું સસ્તું થશે?
¨ કપડા
¨ ચામડાનો સામાન
¨ મોબાઈલ ફોન
¨ હીરાના ઘરેણા
¨ ખેતીનો સામાન
¨ વિદેશથી મંગાવાતી વસ્તુઓ
¨ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
¨ સ્ટીલ
¨ બટન
¨ ઝિપર
¨ પેકિજિંગ બોક્સ
¨ મેથોનોલ
શું મોંઘું થશે?
¨ દારુ
¨ કોટન
¨ ખાદ્ય તેલ
¨ એલઈડી લાઈટ
¨ ઈમિટેશન જ્વેલરી
¨ છત્રીઓ
¨ બ્લેન્ડિંગ વગરનુ ફ્યુલ કે જેના પર પ્રતિ લિટર બે રુપિયા એક્સાઈઝ ડ્યુટી લાગશે.
પાછલા બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું?
નાણામંત્રી ર્નિમલા સીતારમણે ડિરેક્ટ ટેક્સ આપનારા લોકોને ૨૦૨૧ના બજેટમાં કોઈ રાહત નહોતી આપી. જાેકે, સરકારે દારુ, કાબુલી ચણા, વટાણા, મસૂરની દાળ સહિત ઘણાં ઉત્પાદનો પર કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવવાની જાહેરાત કરી હતી. ર્નિમલા સીતારમણે કસ્ટમ્સમાં ૪૦૦ કરતા વધારે છૂટની સમીક્ષા કરવાની રજૂઆત કરી. ઘણાં સામાન પર કસ્ટમ ડ્યુટી વધારી અને કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર ડ્યુટી હટાવી છે.
આ સિવાય કોપર સ્ક્રેપ પર ડ્યુટી ૫% ઘટાડીને ૨.૫% કરવામાં આવી છે. મોબાઈલના કેટલાક પાર્ટ્સ પર ૨.૫% ડ્યુટી લગાવી છે. પાછલા બજેટમાં કોટન, સિલ્ક, પ્લાસ્ટિક, લેધર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, ઓટો પાર્ટ્સ, સોલાર પ્રોડક્ટ્સ, મોબાઈલ, ચાર્જર, ઈમ્પોર્ટેડ કપડા, રત્નો, એલઈડી બલ્બ, ફ્રીઝ/એસી અને દારુ મોંઘા થયા. જ્યારે બીજી તરફ નાયલોનના કપડા, લોખંડ, સ્ટીલ, તાંબાની વસ્તુઓ, સોના, ચાંદી અને પ્લેટેનિયમ જેવી વસ્તુઓ સસ્તી થઈ હતી.