India News : નવા સંસદ ભવનમાં પ્રવેશ કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) જૂની બિલ્ડીંગ છોડતા પહેલા સદનને સંબોધિત કર્યું હતું. સંસદના ઈતિહાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદી (pm modi) પણ ભાવુક થઈ ગયા હતા. તેમણે બંને ગૃહોની 75 વર્ષની સફરનો ઉલ્લેખ કર્યો હતો અને તમામનો આભાર માન્યો હતો. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળથી પીએમ મોદીએ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને (Jawaharlal Nehru) યાદ કર્યા હતા. પીએમ મોદીએ સંસદના સ્ટાફનો પણ આભાર માન્યો હતો.
સંસદનું જૂનું ભવન વર્ષ 1927માં પૂર્ણ થયું હતું. એટલે કે તેને બન્યાને 96 વર્ષ થઇ ગયા છે. તે સમયે તેના નિર્માણમાં 83 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે જૂની સંસદની રચના કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે મે મહિનામાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંસદના લોકસભા ગૃહમાં 888 સભ્યો માટે બેઠકો છે. રાજ્યસભામાં 300 બેઠકો છે. આ એક ત્રિકોણાકાર આકારની ચાર માળની ઇમારત છે, જે 64,500 ચોરસ મીટરમાં ફેલાયેલી છે. નવા સંસદ ભવનમાં ત્રણ મુખ્ય દરવાજા છે. જેમના નામ જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર છે. આ ઉપરાંત વીઆઇપી, સાંસદો અને મહેમાનો માટે અલગથી પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે.
સરકારી સૂત્રોનું કહેવું છે કે સંસદની જૂની ઇમારતને તોડી પાડવામાં આવશે નહીં અને સંસદીય કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને કાર્યાત્મક જગ્યામાં વધુ વધારો કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, “ઐતિહાસિક માળખું સાચવવામાં આવશે કારણ કે તે દેશની પુરાતત્ત્વીય સંપત્તિ છે.”
2021 માં, તત્કાલીન કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે હાલના માળખાને સમારકામ કરવું પડશે અને વૈકલ્પિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવું પડશે. તેમણે કહ્યું હતું કે, નેશનલ આર્કાઈવ્ઝને હેરિટેજ-સેન્સિટિવ રિસ્ટોરેશન માટે નવા સંસદ ભવનમાં શિફ્ટ કરવામાં આવશે. આ જૂના સંસદ ભવન માટે વધુ જગ્યા મેળવવામાં મદદ કરશે. કેટલાક અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જૂની ઇમારતના એક ભાગને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી શકાય છે.
નોઇડામાં 21 અને 22 સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રહેશે, આ કારણે લેવામાં આવ્યો નિર્ણય
ગણેશ ચતુર્થી પહેલા ટાઈગર શ્રોફે શેર કર્યો ‘ગણપત’નો ફર્સ્ટ લૂક, કૃતિ સેનન સાથે ફરી જોવા મળશે
BREAKING: કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે
જણાવી દઈએ કે આજથી કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિશેષ સત્રની કાર્યવાહી નવા સંસદ ભવનમાં શરૂ થઈ જશે. લોકસભાની બેઠક બપોરે 1.15 કલાકે મળશે. આ સાથે જ રાજ્યસભામાં બપોરે 2.15 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. સમારોહની શરૂઆત સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રગીત સાથે થશે. આ કાર્યક્રમમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સ્વાગત પ્રવચન કરશે. જૂની સંસદ છોડતા પહેલા સાંસદોને ગિફ્ટ પેકેટ આપવામાં આવશે.