બોરિવલી સ્થિત રઘુલીલા મૉલમાં આવેલા શેઠિયા બેન્ક્વેટ હોલ ખાતે મુંબઈ ગુજરાતી પત્રકાર સંધની વાર્ષિક સભા (AGM)નું આયોજન કરવામાં આવ્યું હતું. ઓગસ્ટ મહિનામાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સંઘના પ્રમુખની સાથે આઠ કમિટી મેમ્બરની ચૂંટણી 4 સપ્ટેમ્બરે ચોજવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રમુખ પદ માટે માત્ર વિપુલ વૈદ્યે ફોર્મ ભર્યું હતું જ્યારે કમિટી મેમ્બર્સ માટે આઠ જણે જ ઉમેદવારી નોંધાવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
આજે યોજાયેલી એજીએમમાં ચૂંટણી અધિકારી ડૉ. મયુર પરીખે ચૂંટાઈ આવેલા સભ્યોના નામની જાહેરાત કરી હતી. જ્યારે સંઘના નવનિર્વાચિત પ્રમુખે હોદ્દેદારોના નામની જાહેરાત કરી હતી. વર્ષ 2023-25 માટેની નવી કારોબારીમાં વિપુલ વૈદ્ય (મુંબઈ સમાચાર) – પ્રમુખ પી. સી. કાપડિયા (ફિલ્મી ઍક્શન) – ઉપ પ્રમુખ, કુનેશ દવે (ગુજરાત સમાચાર)- સેક્રેટરીનો સમાવેશ થાય છે.
સરકારની સૌથી મોટી જાહેરાત, ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે મોટી સહાય કરી, જાણીને દરેક ઘરમાં ખુશીનો માહોલ
તો વળી નિમેશ દવે (ગુજરાતી મિડ-ડે) જોઇન્ટ સેક્રેટરી, સપના દેસાઈ (મુંબઈ સમાચાર) – ખજાનચીનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય તરીકે સંજય વી. શાહ (માંગરોળ મલ્ટી મીડિયા), ધીરજ રાઠોડ (ગુજરાત સમાચાર), યોગેશ પટેલ (મુંબઈ સમાચાર) અને વૈશાલી ઠકકર (ગુજરાત સમાચાર)નો સમાવેશ થાય છે.