દંતેવાડા નક્સલવાદી હુમલો: વિસ્ફોટ માટે 50 કિલોથી વધુ IED વિસ્ફોટકોનો ઉપયોગ, વાહનના પાર્ટ્સ ગાયબ થઈ ગયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસકર્મીઓને નિશાન બનાવતા હુમલામાં માઓવાદીઓએ 50 કિલોથી વધુ IED વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે વિસ્ફોટ બાદ જે પીકઅપ વાહનમાં સૈનિકો આવી રહ્યા હતા તેના પાર્ટ્સ ગાયબ થઈ ગયા, ઘટનાસ્થળે માત્ર નીચેનો અમુક ભાગ જ દેખાઈ રહ્યો છે. આ હુમલામાં 10 પોલીસકર્મીઓ અને એક ડ્રાઈવરનું મોત થયું છે. રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાંથી પરત ફરી રહી હતી ત્યારે અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી. આ વિસ્તાર રાજ્યની રાજધાની રાયપુરથી લગભગ 450 કિમી દૂર સ્થિત છે. નક્સલવાદીઓએ કાર્ગો મીની વાનને ઉડાવી દીધી હતી જેમાં સુરક્ષા જવાનો મુસાફરી કરી રહ્યા હતા.

આ હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ત્રણ હેડ કોન્સ્ટેબલ રેન્કના જ્યારે ચાર કોન્સ્ટેબલ અને ત્રણ જવાનો છે. આ સાથે એક ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો છે. શહીદ થયેલા જવાનોના નામ હેડ કોન્સ્ટેબલ જોગા સોઢી, હેડ કોન્સ્ટેબલ મુન્ના રામ કડતી, હેડ કોન્સ્ટેબલ સંતોષ તમો, કોન્સ્ટેબલ દુલ્ગો માંડવી, કોન્સ્ટેબલ લખમુ મરકમ, કોન્સ્ટેબલ જોગા કવાસી, કોન્સ્ટેબલ હરિરામ માંડવી, સૈનિક રામ કરતમ, સૈનિક જયરામ કાડ્વા, સૈનિક જયરામ કાદવાસી છે. . જ્યારે ખાનગી ડ્રાઈવર ધનીરામ યાદવ જણાવવામાં આવી રહ્યો છે.

બીજી તરફ, આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે વાત કરી અને દંતેવાડામાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં 10 પોલીસકર્મીઓ શહીદ થયાની ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો

હવે આધાર કાર્ડ વગર પણ બની જશે ડ્રાઇવિંગ લાયસન્સ, આ ડોક્યુમેન્ટ હશે તો કામ થઈ જશે, જાણો મહત્વના સમાચાર

ફરીથી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવશે મોટો ભૂચાલ, રાજ્યને નવા મુખ્યમંત્રી મળશે, જાણો હવે શું ધબધબાટી બોલી ગઈ

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાહે મુખ્યમંત્રીને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય મદદની ખાતરી પણ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રીએ બઘેલ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે મુખ્યમંત્રીને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરશે.


Share this Article