World News: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા 18 ટ્રેનિંગ કેમ્પ અને 37 લૉન્ચ પેડ સક્રિય કરવામાં આવ્યા છે, જેમાં 200 આતંકવાદીઓ મોકો મળતાં જ ભારતમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ આતંકવાદી તાલીમ કેમ્પ અલ બદર, જૈશ, લશ્કર અને હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા ચલાવવામાં આવે છે. પીઓકેના હાજી પીર સેક્ટર, ફોરવર્ડ કહુટા, પડ મોહલ્લા, રંકડી, સીધિયાં, કોટલી, લીલા વેલી, નીલમ વેલી, કોટલીમાં આતંકવાદી સંગઠન દ્વારા લોન્ચ પેડ બનાવવામાં આવ્યા છે.
કેટલાક અહેવાલો પ્રમાણે, પાકિસ્તાન આર્મી વતી પાકિસ્તાનના SSG કમાન્ડો દ્વારા આતંકવાદીઓને જંગલ યુદ્ધ અને ક્લોઝ કોમ્બેટ માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓને હવે SSG કમાન્ડો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સરહદ નજીક પાકિસ્તાની સેનાની ચોકીઓમાં ધામા નાખ્યા છે અને અહીંથી તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે.
બોર્ડર પાસે પાકિસ્તાનનું મોટા હુમલાનું ષડયંત્ર
સૂત્રોએ જણાવ્યું કે તે યુવાનોને નજીકના આતંકવાદી કેમ્પમાં તાલીમ આપવામાં આવી રહી છે. કાશ્મીરના રાજૌરી અને પુંછ વિસ્તારમાંથી વારંવાર ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે. અહીં, એવું કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ ફરી એકવાર પીઓકેમાં સક્રિય થયા છે; તેઓ ઘૂસણખોરી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, આ આતંકવાદીઓ પાકિસ્તાની આર્મી ચોકીઓની નીચે છુપાયેલા છે અને મોકો મળતાં જ ભારતમાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે સરહદ પારથી ભારતીય વિસ્તારમાં મોટા હુમલાની યોજના ઘડી રહી છે.
ટ્રેનિંગ કેમ્પમાં આતંકીઓની સેના તૈયાર
જાણો અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં ‘પુશ-પુલ’ ટેક્નોલોજીનો ઉપયોગ, કેવી રીતે ટ્રેનને આપશે સ્પીડ?
જાણો દરેક નોટ પર જેનું નામ, તેને કેટલો પગાર મળતો હશે… રઘુરામ રાજનનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો
સૂત્રોનું કહેવું છે કે ગુલામ કાશ્મીરમાં ફરી અનેક આતંકી પ્રશિક્ષણ કેમ્પ શરૂ થયા છે. ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક બાદ ઘણા કેમ્પ બંધ કરવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં આતંકીઓની સેના તૈયાર કરવામાં આવી રહી છે. પાક સેનાના અધિકારીઓ અને આતંકવાદી સંગઠનોના નેતાઓ સમયાંતરે આ કેમ્પની મુલાકાત લેતા હોય છે અને યુવાનોને આપવામાં આવતી ટ્રેનિંગ પર નજર રાખે છે.