National News: એક સ્પાઇસ જેટની ફ્લાઇટે મુંબઇથી બેંગલુરુ માટે ઉડાન ભરી. જેવી ફ્લાઇટ આસમાનમાં પહોંચી ત્યારે એક મુસાફર વૉશરૂમ માટે અંદર ગયો અને કથિત રીતે ટૉયલેટનો દરવાજો લોક થઇ ગયો. પછી જે થયું એ જોવા જવું હતું.
સ્ટાફને જાણ હતી કે…
વાત એમ છે કે, સ્પાઇસ જેટની ફ્લાઇટ 15 જાન્યુઆરીની રાત્રે 10.55 કલાકે ઉડાન ભરવાની હતી. પરંતુ લેટ થતા આ જ ફ્લાઇટ રાત્રે 2 વાગે ઉડી હતી. જો કે, ઉડાન ભરતા જ મુસાફર ટોયલેટમાં ગયો હતો. સ્ટાફના સદસ્યે પણ કહ્યું કે, તે લોકોને પહેલાથી જ ખબર હતી કે, સીટ નંબર 14 ડી પરનો મુસાફર ફ્લાઇટે ઉડાન ભરતા જ વૉશરૂમ ગયો હતો. તે જ સમયે સીટ બેલ્ટ પહેરવાની સાઇન બંધ થઇ ગઇ હતી પરંતુ દુખની વાત એ છે કે, ટોયલેટનો દરવાજો ખરાબ થઇ જવાથી મુસાફર અંદર જ ફસાઇ ગયો.
ક્રૂ મેમ્બરે એક ચીઠ્ઠી લખી
પોતાને અંદર ફસાતા જોઇને મુસાફરે ચીસો પાડવાનું શરૂ કર્યું જેનાથી ક્રૂ મેમ્બર તરત જ હરકતમાં આવ્યા હતા. તેમણે બહારથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. ત્યાં સુધીમાં વિમાન પોતાની ગતિમાં પહોંચી ગયું હતું. ત્યારે એક એર હૉસ્ટેસે કાગળ પર શબ્દો લખ્યા કે, સર અમે દરવાજો ખોલવાનો પૂરતો પ્રયત્ન કર્યો પરંતુ થઇ શક્યું નહીં. તમે ડરશો નહીં. આપણે થોડી જ મિનિટોમાં લેન્ડ કરીશું એટલા માટે તમે ત્યાં જ કમોડ પર બેસી રહેશો.
ફ્લાઇટ લેન્ડ થતા જ રેસ્ક્યૂ
આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….
ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??
ફ્લાઇટની ઉડાન પૂર્ણ થતા 3.43 AM પર લેન્ડ થઇ ત્યારે કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એન્જિનિયરોએ દરવાજો તોડ્યો અને મુસાફરને બહાર કાઢ્યો હતો. જો કે, તાત્કાલિક તબીબી સહાય પણ આપવામાં આવી હતી. મહત્વની વાત એ પણ છે કે, મુસાફરને ટિકિટનું પૂરું રિફંડ આપવાની પણ સ્પાઇસજેટે આધિકારિક જાહેરાત કરી હતી.