JNUમાં આંદોલનકારીઓ માટે દંડ, વિરોધ કરવા બદલ 20,000 રૂપિયાનો દંડ, દેશવિરોધી નારેબાજી બદલ 10,000નો દંડ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર નવા નિયમો લાદવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશવિરોધી નારેબાજી કરશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓ ફરી નારાજ દેખાઈ રહ્યા છે.

જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે માંગણીઓ કરી શકશે નહી. નહીંતર તેને 20,000 રૂપિયાનો દંડ આપવો પડશે. જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર દેશવિરોધી નારા લગાવશે તો તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગશે.

ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થશે. ત્યારે આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.

JNUના આદેશ પર વિદ્યાર્થીઓમાં નારાજગી

સ્વેટર સાથે રેઇનકોટ રાખજો તૈયાર… અંબાલાલ પટેલની કડકડતી ઠંડી પહેલા માવઠાની આગાહી

“રાજસ્થાનમાં વસુંધરા રાજે બનવા માંગે છે મુખ્યમંત્રી..” કે પછી હશે ભાજપનો નવો ચહેરો?

દેશની સૌથી અમીર મહિલાએ અઝીમ પ્રેમજીને સંપત્તિમાં પાછળ છોડી દીધા, અહીં જોઈ લો ટોપ-10 અમીરોની યાદી

જો કે નવા આદેશ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન એબીવીપીના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન પહેલા પણ આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એક આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.


Share this Article