FUEL PRICE: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો એ દરેક વર્ગ લોકોને અસર કરે છે. ત્યારે નવા વર્ષની શરૂઆત સાથે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલની કિંમતમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ATFના ભાવમાં ઘટાડો થયો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે ATFના ભાવમાં ઘટાડો થયો છે.
તો તમને જાણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ વધારે ઘટાડો થઈ શકે છે. જેના નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. તમારા શહેરમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
જાણો એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલની કિંમત
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર ATFની કિંમતમાં 4,162.5 રૂપિયા એટલે કે 3.9 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં ઉડ્ડયન ઈંધણની કિંમત 1,01,993.17 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ATFની કિંમતમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે.
અગાઉ એરક્રાફ્ટ ટર્બાઇન ફ્યુઅલની કિંમત કરાયો હતો ઘટાડો
અગાઉ, ડિસેમ્બર 2023 માં, ATFની કિંમતમાં 5,189.25 રૂપિયા અથવા 4.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે નવેમ્બરમાં, ATFની કિંમતમાં લગભગ છ ટકા (6,854.25 રૂપિયા પ્રતિ કિલોલિટર)નો ઘટાડો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, એરલાઇનના સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો લગભગ 40 ટકા છે. આવી સ્થિતિમાં ઉડ્ડયન ઇંધણની કિંમતમાં ઘટાડો નાણાકીય દબાણનો સામનો કરી રહેલી ઉડ્ડયન કંપનીઓને રાહત આપશે.
નોંધનીય છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ પાછલા મહિનાની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે દર મહિનાની 1લી તારીખે એટીએફના ભાવમાં સુધારો કરે છે. છે.
જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
2024નું વર્ષ સામાન્ય અને ગરીબ લોકો માટે તો સોનાનો સૂરજની ચમકી રહ્યું છે. 2024ના પ્રથમ દિવસે જ દેશના દરેક ખૂણેથી મોટી-મોટી ખુશીઓ મળતી આવી રહી છે. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડાના સમાચાર સામે આવી રહ્યા છે.
રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. કાચા તેલની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટ થતી રહે છે. ચાલો જાણીએ કે આજે મહાનગરો સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
તો વળી પેટ્રોલના ભાવ ક્યારે ઘટશે…?
તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ (યુનાઇટેડ કિંગડમ) ની કિંમત બેરલ દીઠ $ 77.04 છે અને WTI ક્રૂડ (યુનાઇટેડ સ્ટેટ્સ) ની કિંમત બેરલ દીઠ $ 71.65 છે.
2023માં સતત સાતમા મહિનાથી GST કલેક્શનથી સરકારી તિજોરી છલકાઈ, રૂ. 1.60 લાખ કરોડથી વધુની થઈ આવક
જોકે, ભારતીય તેલ કંપનીઓએ આજે 01 જાન્યુઆરી 2024ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.