ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ભલે થોડી ઓછી થઈ ગઈ હોય, પરંતુ ક્રૂડ ઓઈલમાં આગ હજુ પણ ભભૂકી રહી છે. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 80 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. શુક્રવારે જાહેર કરાયેલા ક્રૂડ ઓઈલના ભાવ પર પણ તેની અસર જોવા મળી હતી. આજે દેશમાં પૂર્વથી પશ્ચિમમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટાભાગના શહેરોમાં તેલની કિંમતો વધી રહી છે.
સરકારી ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર યુપીના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં પેટ્રોલ 29 પૈસા સસ્તું 94.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ડીઝલ પણ 31 પૈસા ઘટીને 87.83 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં પેટ્રોલ 1.30 રૂપિયા મોંઘુ થઈને 106.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 1.22 રૂપિયા વધીને 93.46 રૂપિયા પ્રતિ લિટરે વેચાઈ રહ્યું છે. ગુજરાતના સુરત શહેરમાં પેટ્રોલ 34 પૈસા મોંઘુ થયું અને 94.65 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું, જ્યારે ડીઝલ 34 પૈસા વધીને 90.34 રૂપિયા પ્રતિ લીટર થયું હતું.
કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર તેની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 79.13 ડોલર થઈ ગઈ છે. WTIનો દર પણ વધીને $75.61 પ્રતિ બેરલ થઈ ગયો છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
– દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.65 અને ડીઝલ રૂ. 89.82 પ્રતિ લીટર
– મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31 અને ડીઝલ રૂ. 94.27 પ્રતિ લીટર
– ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
– કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
આ શહેરોમાં દરો બદલાયા છે
– ગૌતમ બુદ્ધ નગરમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– નાદિયામાં પેટ્રોલ 106.77 રૂપિયા અને ડીઝલ 93.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
– સુરતમાં પેટ્રોલ 94.65 રૂપિયા અને ડીઝલ 90.34 રૂપિયા પ્રતિ લીટર થયું છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા દેખાય છે.