મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદી દિવસમાં માત્ર બે કલાક જ ઊંઘે છે. જ્યારે બાકીનો સમય તે દેશ માટે કામ કરે છે. પીએમ એક પ્રયોગ કરી રહ્યા છે, જેથી તેમને ઊંઘવાની જરૂર ન પડે અને તેઓ દેશ માટે 24 કલાક કામ કરી શકે.
કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના કાર્યકરોને સંબોધિત કરતી વખતે પાટીલે આ વાત કહી. પાટીલે કહ્યું કે પીએમ મોદી ઊંઘ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી તેઓ 24 કલાક જાગી શકે અને દેશ માટે કામ કરી શકે. તેમણે કહ્યું કે પીએમ એક મિનિટ પણ બગાડતા નથી.
મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ વડાપ્રધાન ખૂબ જ કાર્યક્ષમતાથી કામ કરે છે અને દેશના કોઈપણ પક્ષમાં બનતી ઘટનાઓથી તેઓ સંપૂર્ણપણે વાકેફ છે. સભાને સંબોધતા પાટીલે કહ્યું કે પીએમ મોદી માત્ર બે કલાક જ ઊંઘે છે અને દરરોજ 22 કલાક કામ કરે છે. પાટીલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન દર મિનિટે દેશ માટે કામ કરે છે.
વર્ષ 2019માં બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પીએમ મોદીનો બિનરાજકીય ઈન્ટરવ્યુ કર્યો હતો. આમાં જ્યારે અક્ષય કુમારે પીએમ મોદીને પૂછ્યું કે તેઓ કેટલી ઊંઘે છે તો પીએમ મોદીએ કહ્યું હતું કે, “હું સાડા ત્રણ કલાકથી ચાર કલાક સૂઈ રહ્યો છું.”