આ વર્ષનો છેલ્લો રોજગાર મેળો 30 નવેમ્બરના રોજ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી ઉમેદવારોને ઓફરલેટર આપશે. એક સાથે 50 હજાર બેરોજગારોને આ ઓફરલેટર મળી રહેશે. સવારે 10 વાગ્યે આ કાર્યક્રમનો પ્રારંભ વીડિયો કોન્ફરન્સથી થશે. લાખોની સંખ્યામાં ઉમેદવારો આ વીડિયો કોન્ફરન્સ સાથે જોડાશે. રોજગારલક્ષ પ્રવૃતિ પાછળનો સરકારનો આ પ્રયાસ લાખો ઉમેદવારોને ફાયદો કરાવી રહ્યો છે.
આ પહેલા ગત વર્ષે ધનતેરસના દિવસે આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 ઓક્ટોબરના રોજ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2023 સુધીમાં દસ લાખ નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. જેના ભાગરૂપે સમયાંતર આ પ્રકારના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના જુદા જુદા મંત્રાલય અને વિભાગમાં આ ભરતી કરવામાં આવી રહી છે.
આ વર્ષનો આ છેલ્લો રોજગાર મેળો છે. રોજગાર મેળા દ્વારા ભાજપ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા બેરોજગારીના મુદ્દા પર વિપક્ષને સણસણતો જવાબ દેવા માગે છે. જેના થકી દેશના લાખોની સંખ્યામાં રહેલા બેરોજગારોને સીધો ફાયદો થઈ રહ્યો છે. ‘રોજગાર મેળા’ તરીકે ઓળખાતી આ પહેલ દેશભરમાં 37 સ્થળોએ એકસાથે હાથ ધરવામાં આવશે. પીએમઓ અનુસાર, ભરતી અભિયાન કેન્દ્ર સરકારના વિભાગો, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિયપણે રોજગાર-ઉત્પાદન અભિયાનમાં ભાગ લે છે.
દેશના જુદા જુદા ભાગોમાંથી પસંદગી પામેલ ભરતીઓ રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જોડાશે. , અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અન્ય વિભાગમાં ભરતી થશે. નવનિયુક્ત વ્યક્તિઓને iGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રરંભ દ્વારા તાલીમ લેવાની તક પણ મળશે. 750 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ‘ક્યાંય પણ, કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટમાં ઉપલબ્ધ છે.