સિક્રેટ ચેટ, ધમકી, દગાબાજી પર લડાઈ ઝઘડો… જ્યોતિ મોર્ય અને આલોકના કેસમાં એકદમ નવો જ વળાંક આવ્યો, જાણીને ચોંકી જશો

Desk Editor
By Desk Editor
Share this Article

India News : એસડીએમ જ્યોતિ મૌર્યના કિસ્સામાં હવે ‘પતિ, પત્ની અને તે’ વચ્ચેની લડાઈ વધી રહી છે. સ્ટોરીમાં દરરોજ નવા-નવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. એક તરફ જ્યોતિ પ્રયાગરાજ ફેમિલી કોર્ટમાં હાજર થઈ ન હતી. આ સાથે જ જ્યોતિ સાથે નામ જોડાયા બાદ ચર્ચામાં આવેલા મહોબાના હોમગાર્ડ ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ મનીષ દુબે ની મુશ્કેલીઓ પણ વધી રહી છે.

મનીષ દુબે અને એસડીએમ જ્યોતિ મૌર્યનો મામલો એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે ચર્ચામાં છે. આ કેસમાં જે પ્રકારના ખુલાસા થયા છે અને નવી નવી બાબતો બહાર આવી છે તેને વહીવટી છબીને ખરડાતી જોવામાં આવી રહી છે. જ્યોતિના પતિની ફરિયાદ પર જ મનીષની તપાસ કરવામાં આવી ન હતી. વાસ્તવમાં તેની સામે બે મહિલાઓએ ફરિયાદ પણ નોંધાવી હતી. તેમાંથી એક તેની પોતાની પત્ની છે.

મનીષને ત્રણ ફરિયાદોની ખાતાકીય તપાસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ડીઆઈજી હોમગાર્ડ સંતોષ સિંહે પોતાનો તપાસ રિપોર્ટ ડીજી હોમગાર્ડ બીકે મૌર્યને સોંપી દીધો છે. જેમાં મનીષ દુબેને સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. હવે તપાસ રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે, જે બાદ મનીષ દુબે સામે કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.ડીજીપી હોમગાર્ડ બીકે મૌર્યએ કહ્યું કે, એફઆઈઆર નોંધી તપાસ થવી જોઈએ જેથી એસડીએમ જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્યની હત્યાના ષડયંત્રની ઓડિયો તપાસ કરી શકાય.

વાસ્તવમાં સોશિયલ મીડિયા સેન્સેશન બનેલા એસડીએમ જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના મામલે ડિસ્ટ્રિક્ટ કમાન્ડન્ટ મનીષ દુબેની ભૂમિકા પર સવાલો ઉભા થયા હતા. જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્યએ ડીજી હોમગાર્ડને ફરિયાદ કરી હતી. જે બાદ ડીઆઈજી હોમગાર્ડ સંતોષ સિંહે તપાસ શરૂ કરી હતી. તપાસ અહેવાલમાં જણાવાયું છે કે એસડીએમ જ્યોતિ મૌર્ય સાથે તેના સંબંધો છે. આ કારણે વિભાગની છબી ખરડાઈ છે.

 

 

મહિલા હોમગાર્ડે મનીષ પર પણ આરોપ લગાવ્યો છે.

આ પહેલો કેસ હતો. બીજો કેસ અમરોહા જિલ્લાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમરોહામાં એક મહિલા હોમગાર્ડે મનીષ દુબે પર આરોપ લગાવ્યો હતો. મહિલાએ પોતાના ફરિયાદ પત્રમાં કહ્યું હતું કે કમાન્ડન્ટ મનિષ દુબે તેને એકલા મળવા માટે બોલાવતો હતો. અને જ્યારે તે તેને મળવા ન ગઈ તો તેની ડ્યૂટી બંધ કરી દેવામાં આવી. આ મામલે મહિલા હોમગાર્ડે ડી.જી.હોમમાં પણ ફરિયાદ કરી હતી. મહિલાએ ફરિયાદ કર્યા બાદ તેને ધમકી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

મનીષ દુબેની પત્નીએ નોંધાવી આ ફરિયાદ

તપાસ રિપોર્ટમાં ત્રીજી ફરિયાદ મનીષ દુબેની પત્ની વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન મનીષ દુબેની પત્નીએ એક લેખિત નિવેદન આપતા આરોપ લગાવ્યો કે લગ્ન બાદ હવે મનીષ દુબે તેની પાસે 80 લાખ રૂપિયા દહેજની માંગ કરી રહ્યો છે. જોકે મીડિયાએ મનીષ દુબે સાથે જ્યારે એસડીએમ જ્યોતિ મૌર્ય સાથે તેનું નામ જોડાયું હોવાની વાત કરી તો તેણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. તેણે કહ્યું કે આ મારો પારિવારિક મામલો છે અને તે આ મામલે કંઇ પણ નહીં બોલે. હવે આ મામલે મનીષ પર શું કાર્યવાહી કરવામાં આવે છે, તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ એવું કહેવું ખોટું નહીં હોય કે મનીષ ‘પતિ, પત્ની અને તે’ની લડાઈમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે.

 

જ્યોતિ મોર્યએ આ લેડીમાંથી શીખવું જોઈએ

 

ફેમિલી કોર્ટમાં હાજર ન થયા જ્યોતિ મૌર્ય

બીજી તરફ એસડીએમ જ્યોતિ મૌર્ય અને તેના સફાઇ કામદાર પતિ આલોક મૌર્યને મંગળવારે પ્રયાગરાજની ફેમિલી કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ જ્યોતિ મૌર્ય કોર્ટમાં હાજર થયા ન હતા. જો કે આલોક મૌર્ય કોર્ટમાં હાજર થયા હતા. જ્યોતિના વકીલે તેના વતી માફી માંગી હતી.

એસડીએમના પતિ આલોક મૌર્યએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને તેમના બાળકોને મળવાની મંજૂરી આપવી જોઈએ. આલોક ઇચ્છે છે કે તેની પુત્રીઓ તેની સાથે રહે. આલોકે મનીષ દુબે સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરતાં કહ્યું હતું કે, મનીષ પર લગાવવામાં આવેલા આક્ષેપો તેમાં દોષિત ઠર્યા છે.

 

રેલ્વે મુસાફરોને બખ્ખાં જ બખ્ખાં, હવે ટ્રેનની ટિકિટ સાથે ફ્રીમાં મળશે આ સુવિધાઓ, મોટી જાહેરાત થઈ ગઈ!

ગરીબી હટાવવામાં દુનિયાએ ભારતને 100 હાથે સલામી આપી, માત્ર 15 વર્ષમાં 41 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા: UN રિપોર્ટ

 

આલોક મૌર્યએ કહ્યું, “મનીષ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કોઈ બીજાનો પરિવાર વેરવિખેર થઈ જાય.” તેમણે કહ્યું કે તેઓ પોતાની પુત્રીઓ માટે જ્યોતિ મૌર્ય સાથે સમાધાન કરવા તૈયાર છે. પરંતુ તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે.

 


Share this Article