વન નેશન, વન ઈલેક્શન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવામાં આવી છે. ભાજપના સાંસદ પી પી ચૌધરીની અધ્યક્ષતામાં 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે. જેપીસીમાં લોકસભાના ૨૧ સાંસદ અને રાજ્યસભાના ૧૦ સાંસદ હશે. જેપીસીના જે લોકસભા સાંસદોને સભ્ય બનાવવામાં આવ્યા છે તેમાં પ્રિયંકા ગાંધી, બાંસુરી સ્વરાજ, મનીષ તિવારી અને કલ્યાણ બેનર્જીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી વાડ્રા અને મનીષ તિવારી, એનસીપીમાંથી સુપ્રિયા સુળે, ટીએમસીમાંથી કલ્યાણ બેનર્જી અને ભાજપ તરફથી પીપી ચૌધરી, બાંસુરી સ્વરાજ અને અનુરાગ સિંહ ઠાકુરને જેપીસીમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ સાંસદોને જેપીસીમાં સામેલ કરવામાં આવશે
લોકસભા સભ્યોમાં ભાજપના પીપી ચૌધરી, સીએમ રઘુબર દાસ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે. જેમાં રમેશ, બાંસુરી સ્વરાજ, પુરષોત્તમ ભાઈ રૂપાલા, અનુરાગસિંહ ઠાકુર, વિષ્ણુ દયાલ રામ, ભર્તૃહરિ મહતાબ, સંબિત પાત્રા, અનિલ બલુની, વિષ્ણુ દત્ત શર્મા, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, મનીષ તિવારી અને સુખદેવ ભગતનો સમાવેશ થાય છે. સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ, ટીએમસીના કલ્યાણ બેનર્જી, એનસીપી (શરદ જૂથ)ના સુપ્રિયા સુલે, ડીએમકેના ટીએમ સેલ્વાગનપતિ, ટીડીપીના જીએમ હરીશ બાલયોગી, શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે(શિંદે જૂથ), રાષ્ટ્રીય લોકદળના ચંદન ચૌહાણ અને જનસેના પાર્ટીના બાલાશોવરી વલ્લભનેનીનો જેપીસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 31 સભ્યોની આ પેનલમાં રાજ્યસભાના 10 સભ્યો હશે.
વિપક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે
મંગળવારે સંસદમાં ‘વન નેશન, વન ઇલેક્શન’ રજૂ કરવામાં આવ્યું હતું. જેનો વિરોધ પક્ષના સાંસદોએ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના સભ્યોની દલીલ છે કે સૂચિત ફેરફારથી શાસક પક્ષને અપ્રમાણસર ફાયદો થઈ શકે છે, રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પર અયોગ્ય પ્રભાવ પડી શકે છે અને પ્રાદેશિક પક્ષોની સ્વાયત્તતાને નુકસાન થઈ શકે છે. ગયા અઠવાડિયે કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલા આ ખરડાઓનો હેતુ દેશભરમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની સુવિધા આપવાનો છે.
Sunita Williams: સુનિતા વિલિયમ્સની પૃથ્વી વાપસી અંગે નાસાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
શનિ-બુધ 30 વર્ષ પછી જાન્યુઆરી 2025માં બનાવશે આ યોગ, 3 રાશિઓ માટે નવા વર્ષની થશે શાનદાર શરૂઆત
Mobikwik અને Vishal Mega Mart… બંને IPOએ માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી, રોકાણકારો છે સમૃદ્ધ!
બિલ રજૂ કરતી વખતે 269 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 196 સભ્યોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જ્યારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલને મંજૂરી માટે મંત્રીમંડળમાં મુકવામાં આવ્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રહ કર્યો હતો કે તેને વિસ્તૃત ચર્ચા માટે જેપીસી પાસે મોકલવામાં આવે.