PUBG Love Story: પાકિસ્તાનથી ગ્રેટર નોઈડા પહોંચેલી ચાર બાળકોની માતા સીમા હૈદરનો મામલો ચર્ચામાં છે. હવે પાકિસ્તાની મહિલા સીમા હૈદરના પતિ ગુલામ હૈદરે ભારત સરકારને સીમા અને બાળકોને પાકિસ્તાન પરત મોકલવાની અપીલ કરી છે. સીમાને 4 જુલાઈના રોજ ગ્રેટર નોઈડા પોલીસે જેલમાં મોકલી હતી, ત્યારબાદ સીમાના પતિએ સાઉદી અરેબિયાથી મોદી સરકાર પાસે મદદની વિનંતી કરતો એક વીડિયો જાહેર કર્યો હતો.
શું છે સમગ્ર મામલો
પાકિસ્તાની મહિલા સીમા હૈદર ત્રણ દેશોની સરહદ પાર કરીને સચિનને મળવા ગ્રેટર નોઈડા પહોંચી હતી. મહિલાને તેના પહેલા પતિથી ચાર બાળકો પણ છે. સીમા હૈદર PUBG પ્રેમી સચિનને મળવા ચારેય બાળકો સાથે ભારત પહોંચી હતી. પાકિસ્તાની મહિલા લગભગ એક મહિના સુધી ગ્રેટર નોઈડામાં સચિન સાથે રહી હતી. આ રહસ્ય સામે આવ્યા બાદ સચિન અને પાકિસ્તાની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ PUBGની લવસ્ટોરીની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે.
પાકિસ્તાની મહિલાના પતિએ વિનંતી કરી
પાકિસ્તાની મહિલાના પતિ ગુલામ હૈદરે એક વીડિયો જાહેર કરીને નરેન્દ્ર મોદી સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. સાઉદી અરેબિયાથી વીડિયો જાહેર કરતી વખતે ગુલામ હૈદરે કહ્યું કે તેની પત્ની અને બાળકોને પાકિસ્તાન પાછા મોકલી દો. તેણે આરોપ લગાવ્યો કે તેની પત્નીને PUBG દ્વારા ભારત આવવાની લાલચ આપવામાં આવી હતી અને ફસાવવામાં આવી હતી.
હવામાન વિભાગની નવી ઘાતક આગાહી, 8 રાજ્યોમાં મેઘો રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયામાં રહેતા પતિ ગુલામ હૈદરે દાવો કર્યો હતો કે સીમા હૈદર સાથે પ્રેમ લગ્ન થયા હતા. ગુલામ હૈદર ઝાખરાનીએ પોતાની પત્નીની ધરપકડ અંગે જણાવ્યું કે તેમને ભારતીય મીડિયા પાસેથી માહિતી મળી છે. ગુલામ હૈદર જાખરાનીનો આરોપ છે કે પત્નીએ ઘર વેચી દીધું અને ઘરેણાં લઈને બાળકો સાથે ગઈ.