પંજાબના પ્રખ્યાત અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સિદ્ધુ ગયા વર્ષે 26 જાન્યુઆરીએ રાજધાની દિલ્હીમાં ખેડૂતોના આંદોલન દરમિયાન થયેલી હિંસાને કારણે ચર્ચામાં આવ્યા હતા. સિદ્ધુ પર આંદોલનકારીઓના સમૂહને ઉશ્કેરવાનો આરોપ હતો.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત KMP એક્સપ્રેસ વે પર થયો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, સિદ્ધુ તેની મહિલા મિત્ર સાથે સ્કોર્પિયો કારમાં મુસાફરી કરી રહ્યો હતો. પરંતુ મંગળવારે રાત્રે 9 વાગ્યાના સુમારે તેમની કાર રોડ પર અંધારાના કારણે અથડાઈ હતી. સિદ્ધુના મૃતદેહને સોનીપતની ખરખોડા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જણાવી દઈએ કે પંજાબની આ વિધાનસભા ચૂંટણીમાં સિદ્ધુ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા હતા.