Ram Mandir News: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ દેશ સહિત સમગ્ર વિશ્વ માટે યાદગાર છે. ત્યારે ફક્ત અયોધ્યાનું જ રામ મંદિર નહીં પરંતુ જમ્મુમાં પણ એક રામ મંદિર આવેલું છે. આ મંદિરનું નામ છે રઘુનાથ મંદિર. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
રઘુનાથ મંદિરની અલગ વિશેષતા
આ મંદિરના પ્રાંગણમાં આવેલા અન્ય મંદિરોમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનો સમાવેશ થાય છે. વિશાળ રઘુનાથ મંદિરમાં સાત ઊંચા ‘શિખરો’ છે. મંદિરની અંદર એક ગેલેરી પણ છે જેમાં ભગવાન શિવના વિવિધ લિંગ આકારના સ્વરૂપો છે જેની ઉપર સાલિગ્રામ મૂકવામાં આવ્યા છે. મંદિરમાં દરરોજ 1500થી 2000 અન્ય રાજ્યોમાંથી ભક્તો આવે છે.
સોનાની ચાદરથી મઢાઇ છે દિવાલ
મંદિરની ત્રણ બાજુની અંદરની દિવાલો સોનાની ચાદરથી મઢેલી છે. મુખ્ય મંદિરના લાકડાના દરવાજાને હટાવીને તેમાં ચાંદીનો દરવાજો સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિર માટેનો ચાંદીનો દરવાજો જયપુરના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં લગભગ ત્રણ મહિના લાગ્યા હતા.
મંદિર પરિસરમાં પુસ્તકાલય
મંદિર સંકુલમાં એક શાળા અને પુસ્તકાલય પણ છે. જેમાં દુર્લભ સંસ્કૃત પુસ્તકો અને હસ્તપ્રતો છે. કેટલીક ભારતીય ભાષાઓમાં 6,000થી વધુ હસ્તપ્રતો સાચવવામાં આવી છે. લોકો મોટી સંખ્યામાં આ મંદિરમાં દેવતાને શ્રદ્ધાંજલિ આપવા અને ભગવાનના આશીર્વાદ મેળવવા આવે છે.
મંદિર પર 2 આતંકવાદી હુમલા થયા
રઘુનાથ મંદિર પર બે આતંકી હુમલા થયા હતા. પહેલો હુમલો 30 માર્ચ 2002ના રોજ થયો હતો જ્યારે એક આતંકવાદી સંગઠને ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો અને પછી મંદિરમાં ઘૂસીને ગોળીબાર શરૂ કર્યો હતો.
મનની ઈચ્છા પુરી કરવા અપનાવો આ 4 ઉપાયો, ગણતરીના દિવસોમાં સારું અને શુભ ફળ મળી જ જશે!
બીજો હુમલો 24 નવેમ્બર 2002ના રોજ મંદિરમાં થયો હતો, જ્યારે હિન્દુઓ મંદિરમાં પૂજા કરી રહ્યા હતા. આ હુમલો લશ્કર-એ-તૈયબાના હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો અને પરિણામે લગભગ 13 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા.