દિલ્હી-ગુજરાતમાં વરસાદ તો બિહાર સહિત અનેક રાજ્યમાં હીટવેવ! જાણો આજે દેશભરમાં કેવું રહેશે હવામાન

Desk Editor
By Desk Editor
Share this Article

India news : જૂન મહિનાનું શરૂઆતનું અઠવાડિયું નજીક આવી રહ્યું છે, ત્યારે લોકો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળમાં ચોમાસાના આગમનને હજુ સમય છે. આ દરમિયાન દેશના કેટલાક રાજ્યોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે. સાથે જ મધ્ય ભારતના વિસ્તારોમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.

આ રાજ્યોમાં હિટવેવનો કહેર

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ બિહારમાં 07 જૂનથી 10 જૂન વચ્ચે તીવ્ર હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે. આ ઉપરાંત આજે પશ્ચિમ બંગાળ, પૂર્વ ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ હીટવેવની સ્થિતિ રહી શકે છે.

નવી દિલ્હીમાં હવામાનની સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે છે. સાથે જ નવી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને હળવો વરસાદ પણ જોવા મળી શકે છે. 8 જૂને નવી દિલ્હીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાઈ શકે છે.

આજે દિલ્હીમાં કેટલું રહેશે તાપમાન?

 

ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ

રાજધાની લખનઉમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. આ સાથે જ આજે લખનઉમાં આકાશ સાફ થઇ જશે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આગામી દિવસોમાં લખનઉના મહત્તમ તાપમાનમાં વધારો થશે. ગાઝિયાબાદની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. સાથે જ આજે ગાઝિયાબાદમાં પણ આકાશ સાફ રહેશે.

BREAKING: રોહિત શર્મા WTC ફાઇનલમાં નહીં રમે? એક ફોટોએ કરોડો ભારતીયોના દિલ તોડી નાખ્યા, જાણો નવો મામલો

ધીરેન્દ્ર શાસ્ત્રી મારા પ્રાણનાથ છે, બાબાની દુલ્હન બનવાનું સપનું! શિવરંજનીએ કહ્યું- ધીરેન્દ્ર મારા મનની દરેક વાત…

જોરદાર નવું લાયા, દર્શકો સાથે હનુમાનજી પણ ફિલ્મ જોશે, દરેક થિયેટરમાં એક સીટ અનામત રાખવામાં આવશે

આ રાજ્યોમાં વરસાદ

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા મુજબ લક્ષદ્વીપ, કેરળ, તટીય અને દક્ષિણ આંતરિક કર્ણાટક, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને તમિલનાડુમાં આજે એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પશ્ચિમ હિમાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, સિક્કિમ અને તટીય કર્ણાટકમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. સાથે જ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડી શકે છે.

 


Share this Article