રાષ્ટ્રપતિ ભવન જેટલી હશે રામ મંદિરની સુરક્ષા, ચકલું પણ નહીં ફરકી શકે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થાને લઈને હવે એક મોટી અપડેટ સામે આવી છે. તારીખ 22 જાન્યુઆરીથી રામ મંદિર ભાવિકો માટે ખુલ્લુ મૂકાશે. આ માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એવામાં મંદિરની સુરક્ષાને લઈને એક મોટી વિગત સામે આવી છે. એક રીપોર્ટ અનુસાર મંદિરની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન અને સંસદને સમકક્ષ તૈયાર કરવામાં આવશે. મંદિરની આસપાસ સીઆઈએસએફ જવાનોને ડ્યૂટી સોંપવામાં આવી શકે છે.

આ માટે ખાસ પ્રકારની સુરક્ષા ગ્રીલ લગાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સમગ્ર સંકુલની કડક સુરક્ષા રહેશે એવું પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે જવાનોને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આઠ પોઈન્ટ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મંદિર પરિસરમાં ગનમેન ઓછા જોવા મળશે પણ સુરક્ષામાં કોઈ ચકલું પણ ફરકી નહીં શકે. સીઆઈએફએ ઉત્તર પ્રદેશની સરકારને કેટલાક સૂચનો કર્યા છે. જેને ફોલો કરવામાં આવશે. ખાસ કરીને જ્યાં ભીડ થાય છે એ અને થ્રેટ પરસેપ્શનનું વિશ્વલેષણ કરાશે.

આ કેન્દ્રીય સુરક્ષા દળ પાસે તિરૂપતિ મંદિર, શિરડી મંદિર, ગોરખનાથ મંદિર, મહાકાલેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર અને મહાબોધીની સુરક્ષાની જવાબદારી છે. આ માટે સ્થાનિક પોલીસ, ગુપ્તચર એજન્સી સહિત જુદા જુદા સુરક્ષાને લગતા દળના ઈનપુટ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને ભીડનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય એ માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં મંદિર દર્શન માટે ખુલી જશે. એક રીપોર્ટ અનુસાર મંદિરનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરી શકે છે.

મંદિરના સુત્રો પાસેથી મળેલી વિગત અનુસાર માત્ર મંદિર જ નહીં આસપાસના જગ્યાઓનો પણ વિકાસ કરવામાં આવશે. ખાસ કરીને ભાવિકોને કોઈ પ્રકારની અગવડ ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. મંદિરમાં ફાયર સેફ્ટિ અને ઈમરજન્સી ઉપાયો માટે પણ ખાસ વિચારણા કરવામાં આવી છે. આમ રામ મંદિરને રાષ્ટ્રપતિ ભવન જેટલી સુરક્ષા મળી રહેશે.


Share this Article