કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ દ્વારા સેનામાં ભરતીની નવી યોજનાનો દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને પણ અગ્નિપથ સ્કીમને લઈને એક ટ્વિટ કર્યું હતું. રવીનાની આ ટ્વિટ સામે આવ્યા બાદ જયંત ચૌધરીએ કંઈક એવું લખ્યું જે ચર્ચાનો વિષય બની ગયું. રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલ પર એક મીડિયા હાઉસનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કેટલાક લોકો જોવા મળી રહ્યા છે, જેમની ઉંમર 25 વર્ષથી વધુ જોવા મળી રહી છે.
તે બધા બેઠા છે અને કેન્દ્રની અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને યોજના પાછી ખેંચવાના નારા લગાવતા જોવા મળે છે. આ વીડિયોને શેર કરતાં રવિનાએ લખ્યું કે 23 વર્ષના ઉમેદવારો પરફોર્મ કરી રહ્યાં છે. રવીનાના આ ટ્વીટને રી-ટ્વીટ કરતા રાષ્ટ્રીય લોકદળના વડાએ લખ્યું કે તમે શાંત રહો, ટેન્શન કેમ લો છો. આરએલડીએ અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો છે અને કેન્દ્ર સરકારને આ યોજના પાછી ખેંચવાની અપીલ કરી છે.
16 જૂને આરએલડીના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે અગ્નિપથ યોજના અને સેનાની ભરતીમાં વ્યાપક બેરોજગારીના વિરોધમાં રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૌધરી જયત સિંહના નેતૃત્વમાં યુવા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. 28મી જૂનથી 16મી જુલાઇ સુધી કયા શહેરોમાં યુવા પંચાયત યોજાશે તેની પણ પક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે. આખરે 16 જુલાઈએ બાગપતમાં યુવા પંચાયતની માહિતી આપવામાં આવી છે. આંદોલનની આગળની રૂપરેખા બાગપત યુવા પંચાયતમાં જાહેર કરવામાં આવશે તેવું પણ લખવામાં આવ્યું છે.