RBI એક્શન મોડમાં, દેશની સૌથી મોટી બેન્ક SBI પર કરોડોનો દંડ, તમારું ખાતું હોય તો જાણવું ખાસ જરૂરી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

RBI Imposes Penalty on Indian Bank : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા બેન્કિંગ નિયમોનું પાલન ન કરવા બદલ વિવિધ બેંકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ કેટલીક બેંકોનું લાયસન્સ રદ થયા બાદ હવે આરબીઆઇ (RBI)એ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને ઇન્ડિયન બેંક (Indian Bank) સહિત ત્રણ સરકારી બેંકોને દંડ ફટકાર્યો છે. કેન્દ્રીય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એસબીઆઈ પર 1.3 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

 

RBIએ કેમ લગાવ્યો દંડ?

આરબીઆઈએ જણાવ્યું હતું કે આ દંડ “લોન એન્ડ એડવાન્સિસ – વૈધાનિક અને અન્ય નિયંત્રણો” (‘Loans and Advances – Statutory and Other Restrictions’) ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા અને આંતર-જૂથ વ્યવહારો અને લોનના સંચાલન પર જારી કરવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો હતો. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “‘લોન એન્ડ એડવાન્સિસ – વૈધાનિક અને અન્ય પ્રતિબંધો’, કેવાયસી (KYC) અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ડિપોઝિટ પર વ્યાજનો દર) નિર્દેશ, 2016 ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ ભારતીય બેંક (Indian Bank) પર 1.62 કરોડ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે.”

 

 

પંજાબ એન્ડ સિંધ બેંકને પણ દંડ

આ સિવાય પંજાબ અને સિંધ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ સ્કીમના (Depositor Education and Awareness Fund Scheme)  કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. આરબીઆઈએ ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ પર 8.80 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFC)ને છેતરપિંડી અટકાવવા સંબંધિત કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

 

Breaking: ‘ડિસીઝ-એક્સ’નામનો નવો વાયરસ સામે આવતા સમગ્ર વિશ્વમાં ફફડાટ, કોરોના કરતાં સાત ગણો ખતરનાક છે આ વાયરસ! 

સરકારનું મોટું એલાન, હવે તમારે દર મહિને કહેવું પડશે કે તમારી પાસે કેટલી ખાંડ છે, જાણો શા માટે આવો નિર્ણય લીધો

ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!

 

આરબીઆઈએ (RBI) કહ્યું કે, નિયમોનું પાલન કરવામાં ખામીઓના આધારે બેંકો અને એનબીએફસી (NBFC) પર દંડ લાદવામાં આવ્યો છે. તેનો હેતુ તેમના ગ્રાહકો સાથે તેમના દ્વારા કરવામાં આવેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી. રિઝર્વ બેન્કે કરેલી કાર્યવાહીમાં મુંબઈ સ્થિત ‘ધ કપોળ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ’નું લાઈસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું હતું કે, બેન્ક પાસે પૂરતી મૂડી નથી અને કમાણીની શક્યતાઓ પણ નથી.


Share this Article