Republic Day 2024: ભારત દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન ઉજવાય છે. પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. તેને ગણતંત્ર દિવસ પણ કહેવાય છે. પ્રજાસત્તાક દિવસે શાળા-કોલેજ, સરકારી ઓફિસો સહિત ઘણા સ્થળોએ ધ્વજવંદન કરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિન એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારતે સંવિધાન અપનાવ્યું હતું. આથી આ તારીખે પ્રજાસત્તાક દિન ઉજવાય છે. ભારતનું સંવિધાન એ દુનિયાનું સૌથી મોટું લોકશાહી સંવિધાન છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારતના સંવિધાનના ઘડવૈયા માનવામાં આવે છે. ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર પરેડ યોજવામાં આવે છે.
ઘણા રાજ્યોમાં આ અઠવાડિયે સતત ત્રણ દિવસની બેંક રજાઓ જોવા મળશે કારણ કે પ્રજાસત્તાક દિવસ શુક્રવારે આવશે અને ત્યારબાદ ચોથો શનિવાર અને રવિવાર આવશે જે ફરીથી રજા રહેશે. સામાન્ય રીતે દરેક જગ્યાએ રજા હોવાથી દરેક સેક્ટર બંધ હોય છે. પણ આ વખતે કેટલીક નાણાકીય સેવાઓ ચાલું રાખવામાં આવી છે. આ બાબતે આરબીઆઈએ દેશની તમામ બેંકોનો આદેશ આપ્યા છે કે કેટલીક ઓનલાઈન સેવાઓ શરૂ રાખે જેથી જે લોકોને 26 જાન્યુઆરીના દિવસે પણ નાણાંકીય વ્યવહાર કરવો હોય તે કરી શકે.
ઓનલાઈન બેંકિંગ સુવિધા ઉપલબ્ધ થશે
તમામ ઓનલાઈન બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. તમે મોબાઈલ બેંકિંગ દ્વારા તમારું મોટા ભાગનું કામ પૂર્ણ કરી શકશો. પરંતુ જો તમારી પાસે કોઈ દસ્તાવેજીકરણનું કામ હોય તો તમારે રજાઓની યાદી જોઈને તમારું પ્લાનિંગ કરવાનું રહેશે. ભારતીય રિઝર્વ બેંકે તેની સત્તાવાર વેબસાઇટ- https://www.rbi.org.in/ rbi.org.in પર 2024 માં બેંક રજાઓની સૂચિ જારી કરી છે.