ગયા મહિને સ્પેનના કેનેરી આઈલેન્ડ લા પાલમાના નોગેલ્સ બીચ પર મૃત હાલતમાં મળી આવેલી વ્હેલની કિંમત 44 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. કારણ કે વૈજ્ઞાનિકોને તેની આંતરડાઓમાં છુપાયેલો એક અમૂલ્ય ખજાનો મળ્યો છે. લાસ પાલમાસ યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર એનિમલ હેલ્થ એન્ડ ફૂડ સેફ્ટીના વડા એન્ટોનિયો ફર્નાન્ડીઝ રોડ્રિગ્ઝને વ્હેલના શબપરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું કે તે પાચનની સમસ્યાને કારણે મૃત્યુ પામી હતી. માછલીની અંદર કોઈ કઠણ પદાર્થ ફસાયેલો જોવા મળ્યો, જે તેના મૃત્યુનું કારણ સાબિત થયો.
વિયોનના અહેવાલ મુજબ, યુનિવર્સિટી ઓફ લાસ પાલમાસના વૈજ્ઞાનિક રોડ્રિગ્ઝે કહ્યું, “મેં જે બહાર કાઢ્યું તે લગભગ 9.5 કિલો વજનનો પથ્થર હતો. કોઈ જાણતું ન હતું કે મારા હાથમાં જે હતું તે એમ્બરગ્રીસ હતું. એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે રોડ્રિગ્ઝના હાથમાં રહેલા પથ્થરની કિંમત $5.4 મિલિયન (આશરે રૂ. 44 કરોડ) કરતાં વધુ હોઈ શકે છે. હવે સંસ્થા એવા ખરીદનારની શોધ કરી રહી છે જે એમ્બરગ્રીસ ખરીદી શકે અને આ નાણાંનો ઉપયોગ 2021માં લા પાલ્મા પર ફાટી નીકળેલા જ્વાળામુખીના પીડિતોને મદદ કરવા માટે કરી શકાય.
વ્હેલની ઉલટીને સામાન્ય રીતે એમ્બરગ્રીસ કહેવામાં આવે છે, એમ્બરગ્રીસ જૂના ફ્રેન્ચ શબ્દો ‘એમ્બર’ અને ‘ગ્રીસ’ પરથી ઉતરી આવ્યો છે, જેનો આશરે ગ્રે એમ્બરમાં અનુવાદ થાય છે. વ્હેલ આ ઘન મીણ જેવું પદાર્થ ઉલ્ટીના સ્વરૂપમાં ઉત્પન્ન કરે છે, જે માછીમારો ઘણીવાર દરિયામાં તરતા જોવા મળે છે. વ્હેલ સામાન્ય રીતે મોટી માત્રામાં સ્ક્વિડ અને કટલફિશ ખાઈને જીવિત રહે છે. જો કે, તેમાંથી મોટા ભાગનું પાચન થતું નથી અને ઉલ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. તેનો કેટલોક ભાગ પાચનતંત્રમાં રહે છે અને વર્ષોથી એક સાથે જોડાઈને એમ્બરગ્રીસ બનાવે છે.
આ પણ વાંચો
હે ગરવા ગુજરાતીઓ 10થી 12 તારીખે થવાનું છે કંઈક નવા-જૂનુ, અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, જલ્દી જાણી લો
તેને સમુદ્રનો ખજાનો અથવા તરતું સોનું કહેવામાં આવે છે કારણ કે પરફ્યુમ કંપનીઓ સુગંધ જાળવી રાખવા માટે એમ્બરગ્રીસમાંથી કાઢવામાં આવેલા એમ્બરગ્રીસ આલ્કોહોલનો ઉપયોગ કરે છે. આ વસ્તુની દુર્લભતાને કારણે યુનાઇટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયા જેવા કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ 1972 હેઠળ એમ્બરગ્રીસના કબજા અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.