Road Accident: આને કહેવાય બરાબરની કઠણાઈ! કારે બાઇકને ટક્કર મારતાં વ્યક્તિ સળગતી ચિતા પર પડ્યો, જીવતો સળગી ગયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

India News: અત્યાર સુધી તમે અનેક પ્રકારના રોડ એક્સિડન્ટ વિશે સાંભળ્યું હશે, પરંતુ બિહારના ગોપાલગંજથી એક દયનીય માર્ગ અકસ્માતના સમાચાર આવ્યા છે, જેમાં એક વ્યક્તિનું મોત બીજાની ચિતા પર પડતાં થયું છે. આ માર્ગ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયુ હોવાનું કહેવાય છે.

અસલમાં આ સમગ્ર ઘટના ગોપાલગંજ જિલ્લાના કુચાઈકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-27 પર દાહા પુલ પાસેની છે. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે વૃત બેલવા ગામના રહેવાસી વકીલ પ્રસાદ અને તેમના ભત્રીજા શિવ કુમાર ગુરુવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના તમકુહી વિસ્તારમાંથી દવા લઈને બાઇક પર પાછા ફરી રહ્યા હતા.

સોનાના ભાવમાં તોતિંગ વધારો તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જુઓ આજે એક તોલું લેવું હોય તો કેટલા ખર્ચવા પડશે!!

કોંગ્રેસ અને ગઠબંધન શોભાના ગાંઠિયા સમાન રહી ગયા, બધા જ સર્વેમાં ભાજપે જીતનો પરચમ લહેરાવ્યો!

દરમિયાન દાહા પુલ પાસે સામેથી આવતા અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે વકીલ પ્રસાદ પુલની તૂટેલી રેલિંગ પરથી નીચે સળગતી ચિતા પર પડી ગયા હતા, ઘટનાસ્થળે વકીલ પ્રસાદનું દાઝી જવાથી મોત થયું હતું. જ્યારે તેનો ભત્રીજો ચિતા પાસે પડ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.

Share this Article
TAGGED: