India News: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ મંગળવારે જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. હિન્દીમાં ફેસબુક પોસ્ટમાં તેણે કહ્યું, ‘બધા ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદરા કપૂરીસર, ગોલ્ડી બ્રાર છું. ભાઈઓ આજે સુખદેવ ગોગામેડીનું ખૂન થયું. અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે.
પોસ્ટમાં ગોદારાએ આગળ લખ્યું, ‘ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે જેઓ આપણા દુશ્મનોને મદદ કરે છે અને મજબૂત કરે છે તેઓને કહી દઉ છું કે તેમના ઘરના દરવાજે અર્થી તૈયાર રાખે અને તેમને સમજી જવું જોઈએ કે જલ્દી જ એની પણ આવી જ હાલત થશે.
કરણી સેનાના નેતા ગોગામેડીની હત્યાની જવાબદારી લેનાર વ્યક્તિ ગોદારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ગુરૂ છે અને પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. બીકાનેરનો રહેવાસી ગોદરા 2022માં નકલી નામે પાસપોર્ટ બનાવીને દેશ છોડીને ભાગી ગયો હતો. 2019માં ચુરુના સરદારશહેરમાં ભીનવરાજ સરનની હત્યાના કેસમાં પણ તે કથિત રીતે મુખ્ય આરોપી હતો. ગોદરાએ ગેંગસ્ટર રાજુ થીથની હત્યાની જવાબદારી પણ લીધી હતી.
2006માં લોકેન્દ્ર સિંહ કાલવી દ્વારા તેની સ્થાપના કરવામાં આવ્યા પછી ગોગામેડી શ્રી રાજપૂત કરણી સેના સાથે લાંબા સમય સુધી સંકળાયેલા હતા. 2008 માં તેના વિભાજન પછી જ્યારે તેના પ્રમુખ અજીત સિંહ મામડોલીએ પક્ષ છોડી દીધો અને પોતાની શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમિતિની રચના કરી, ત્યારે ગોગામેડીને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા. જો કે, બાદમાં કાલવી અને ગોગામેડી વચ્ચે વિવાદ થયો હતો અને કાલવીને દૂર કરવામાં આવ્યો હતો. આ પછી ગોગામેડીએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી.
રેવંત રેડ્ડી હશે તેલંગાણાના આગામી સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી મંજૂરી, 7 ડિસેમ્બરે લેશે શપથ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 15 વર્ષ પછી બંધ? આસિત મોદીએ BOYCOTT ટ્રેન્ડ પર તોડ્યું મૌન, કહ્યું સત્ય!
પહેલા જ પોતાના જીવને ખતરાની વાત કહી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગોગામેડીને ભૂતકાળમાં ઘણી વખત ધમકીઓ મળી હતી અને તેના જીવને જોખમ હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી. એમની પત્ની જ્યારે વસાહતના મંદિરમાં પૂજા કરવા જતી ત્યારે તેની સાથે ખાનગી બંદૂકધારીઓ પણ હતા.