સંદેશખાલી કાંડ: શાહજહાં શેખને કોર્ટે આપ્યો આંચકો, TMC નેતાને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Desk Editor
By Desk Editor
Share this Article

Bengal News: સંદેશખાલી ઘટનાના મુખ્ય આરોપી શાહજહાં શેખને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. ગુરુવારે ધરપકડ બાદ ટીએમસી નેતા શાહજહાં શેખને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી કોર્ટે શાહજહાં શેખના 10 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા અને  શાહજહાં શેખની જામીન અરજી ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અને જમીન હડપ કરવાના આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની 55 દિવસ પછી ગુરુવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીથી લગભગ 30 કિમી દૂર મિનાખાનમાં એક ઘરમાંથી શેખની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ટીએમસી નેતા શાહજહાં શેખ કેટલાક સહયોગીઓ સાથે તે ઘરમાં છુપાયેલો હતો. ધરપકડ બાદ તેને બસીરહાટ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

કોલકાતા હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અથવા પશ્ચિમ બંગાળ પોલીસ શેખની ધરપકડ કરી શકે છે. 24 કલાકમાં શેખને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

રાજ્યપાલ સીવી આનંદ બોઝે સોમવારે રાત્રે રાજ્ય સરકારને શેખની ધરપકડ કરવા માટે 72 કલાકની સમયમર્યાદા આપી હતી. રાજ્યપાલે કહ્યું, ‘અંધકાર પછી ચોક્કસ પ્રકાશ છે. હું તેનું સ્વાગત કરું છું.’ એક પોલીસ અધિકારીએ કહ્યું કે શેખને તેના મોબાઇલ ફોનના “લોકેશન” દ્વારા ટ્રેસ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, “શેખ સમયાંતરે પોતાનું સ્થાન બદલતો હતો. તેના મોબાઈલ ફોન ટાવરના ‘લોકેશન’ દ્વારા તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોલકાતાથી લગભગ 65 કિલોમીટર દૂર બસીરહાટ કોર્ટમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા સંદેશખાલીના કેટલાક ભાગોમાં વધારાના દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

મુખ્ય ન્યાયાધીશ ટી.એસ. શિવગનમની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે બુધવારે કહ્યું હતું કે શેખ લાંબા સમયથી ફરાર છે તે ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળ પોલીસ સિવાય, “સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તેની ધરપકડ કરી શકે છે. ” હાઇકોર્ટે સોમવારે રાજ્ય પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતના દરિયાકાંઠે અચાનક આવી વિદેશી બોટ, ભારતીય નેવીએ જોયું તો આંખો ફાટી ગઈ! પોરબંદરમાં થશે મોટો ખુલાસો

ખેડૂત આંદોલનના કારણે મોટું સંકટ, ડીઝલ અને સિલિન્ડર ગેસને લઈ ધાંધિયા, જનતા ગુસ્સે થઈને વિફરી

‘મને માફ કરો, મને કામ આપો’… રેપરે માંગી સલમાન ખાનની માફી, કહ્યું- મને તેમનાથી ડર લાગે છે, કારણ કે…

પોલીસે જણાવ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં શેખ વિરુદ્ધ 100થી વધુ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન તેની ધરપકડની માંગ સાથે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે શેખ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376D (સામૂહિક બળાત્કાર) અને 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


Share this Article
TAGGED: