જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું છે, તો જાણી લો કે બેંક કેટલાક NPA ખાતાઓની હરાજી કરવા જઈ રહી છે. બેંક આ NPA ખાતાઓ દ્વારા કરોડો રૂપિયા એકત્ર કરશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આશરે રૂ. 406 કરોડની બાકી રકમ વસૂલવા માટે એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs) ને છ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) ખાતા વેચવાની તૈયારી કરી રહી છે.
આ માટે પટના બક્તિયારપુર ટોલવેના ખાતાની ઈ-ઓક્શન 23 ફેબ્રુઆરીએ યોજાશે. GOL ઑફશોર 21 ફેબ્રુઆરી, Genix Automations અને Guru Ashirsha Texfab 15 ફેબ્રુઆરી, Steelco Gujarat અને આંધ્ર ફેરો એલોય્સની 4 માર્ચે હરાજી થશે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)નો ચોખ્ખો નફો 62 ટકા વધ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં SBIનો નફો 8,432 કરોડ પર પહોંચી ગયો છે. સ્ટેટ બેંકે શનિવારે આ અંગેની માહિતી આપી છે.
બેંકે કહ્યું કે 31 ડિસેમ્બર, 2021 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની કુલ આવકમાં પણ વધારો થયો છે. SBIની કુલ આવક વધીને રૂ. 78,352 કરોડ થઈ છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2020 ક્વાર્ટરમાં તે રૂ. 75,981 કરોડ હતો. SBI જે એકાઉન્ટ્સ વેચવાની તૈયારી કરી રહી છે.
તેમાં પટના બક્તિયારપુર ટોલવે (રૂ. 230.66 કરોડના લેણાં), સ્ટીલકો ગુજરાત લિમિટેડ (રૂ. 68.31 કરોડના લેણાં), GOL ઑફશોર લિમિટેડ (રૂ. 50.75 કરોડના લેણાં), આંધ્ર ફેરો એલોય્સ (રૂ. 26.73 કરોડના લેણાં)નો સમાવેશ થાય છે. આ મિલકતોના વેચાણ માટે SBI દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે નિયમનકારી દિશાનિર્દેશો અનુસાર, અમે આ ખાતાઓને ARC/બેંક/NBFC/FIsને વેચાણ માટે મૂકી રહ્યા છીએ.