દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકો માટે નવી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમ હેઠળ ફિક્સ્ડ ડિપોઝિટ કરનારા ગ્રાહકોને સાત ટકાથી વધુ વ્યાજ દર મળશે. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બે કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજને 5 બેસિસ પોઈન્ટ્સ (BPS)થી વધારીને 25 બેસિસ પોઈન્ટ્સ કરી દીધા છે. નવા વ્યાજ દરો 15 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે. વરિષ્ઠ નાગરિકો માટેના વ્યાજ દર સામાન્ય રોકાણકારોને ઓફર કરવામાં આવતા દરો કરતા 25 બેસિસ પોઈન્ટ વધુ હશે.
નવી રિટેલ એફડી યોજના
તેની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોમાં વધારો કર્યા પછી, સ્ટેટ બેંકે એક નવી રિટેલ FD સ્કીમ શરૂ કરી છે. આ યોજનાનું નામ છે ‘અમૃત કલશ ડિપોઝિટ સ્કીમ’. આ યોજના હેઠળ FD મેળવનારા સામાન્ય લોકોને 7.10 ટકાના દરે વ્યાજ મળશે. આ સિવાય વરિષ્ઠ નાગરિકોને ‘અમૃત કલેશ ડિપોઝિટ સ્કીમ’ હેઠળ FD પર 7.6 ટકાના દરે વ્યાજ મળશે.
યોજના કેટલા દિવસમાં પરિપક્વ થશે?
આ FD સ્કીમ 15 ફેબ્રુઆરી, 2023 થી રોકાણકારો માટે ઉપલબ્ધ છે અને તે 31 માર્ચ, 2023 સુધી માન્ય રહેશે. નવી યોજના 400 દિવસમાં પરિપક્વ થશે. એટલે કે, તમારે આ સ્કીમ હેઠળ 400 દિવસ માટે રોકાણ કરવું પડશે. જો સામાન્ય રોકાણકારો આ સ્કીમ હેઠળ રૂ. 1 લાખનું રોકાણ કરે છે, તો તેમને વ્યાજ તરીકે વાર્ષિક રૂ. 8,017 મળશે. વરિષ્ઠ નાગરિકોને વ્યાજ તરીકે 8,600 રૂપિયા મળશે.
કેટલા વર્ષની FD પર કેટલું વ્યાજ?
સ્ટેટ બેંકે બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછી એફડી પરના વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે વ્યાજ દર 6.75 ટકાથી વધીને 7 ટકા થઈ ગયો છે. બેંકે 3 વર્ષથી 10 વર્ષ સુધીની FD સ્કીમ પર વ્યાજ દર 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કર્યો છે.
મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ
ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા
7થી 45 દિવસની એફડી પર 3.00 ટકાના દરે વ્યાજ મળશે. 46 થી 179 દિવસની સ્કીમ માટે નવો વ્યાજ દર 4.05 ટકા છે, જ્યારે 180-210 દિવસની FD માટે દર 5.25 ટકા છે. 211-1 વર્ષથી ઓછી એફડી પર હવે 5.75 ટકાના દરે વ્યાજ મળશે. રિઝર્વ બેંકે તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. ત્યારથી દેશની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો તેમની FD યોજનાને આકર્ષક બનાવવા માટે વ્યાજ દરોમાં વધારો કરી રહી છે.