હવે કોઈ નહીં બચે! SSB એ મોટી કાર્યવાહી કરતા સીમા હૈદર પર કડક એક્શન લીધાં, એક એક રહસ્યો બહાર આવતા ખળભળાટ

Desk Editor
By Desk Editor
Share this Article

India News : પાકિસ્તાની મહિલા સીમા હૈદર (Seema Haider) અત્યાર સુધી ભારતીય તપાસ એજન્સીઓ (Indian Investigation Agencies) માટે વણઉકેલાયેલી કોયડો બનીને રહી છે. સીમા હૈદર તેના ચાર બાળકો સાથે ભારતમાં કેવી રીતે પ્રવેશી તેની તપાસ કરવામાં આવી રહી છે.આ દરમિયાન SSBએ તેના બે જવાનને સસ્પેન્ડ (suspend) કરી દીધા છે.જણાવવામાં આવી રહ્યું છે કે આ બે જવાનોએ તે બસને ચેક કરી હતી જેમાં સીમા અને તેના બાળકો નેપાળ થઈને ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.મળતી માહિતી મુજબ SSBની 43મી બટાલિયનના ઈન્સ્પેક્ટર સુજીત કુમાર વર્મા (Sujit Kumar Verma) અને હેડ કોન્સ્ટેબલ ચંદ્ર કમલ કલિતાને (Chandra Kamal Kalita) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.બંને જવાનો પર બેદરકારીના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

સીમા ૨૦૨૪ની ચુંટણી લડશે, આવી ઓફર

SSB એ કડક કાર્યવાહી કરી

વાસ્તવમાં સીમા હૈદર નેપાળ થઈને ભારત આવી હતી. ભારત અને નેપાળની સરહદ ખુલ્લી છે અને તેની સુરક્ષા એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બળ દ્વારા કરવામાં આવે છે. એટલા માટે એસએસબી સીમા હૈદરના ભારતમાં પ્રવેશની તપાસ કરી રહી હતી. આ કેસમાં બંને સૈનિકોની બેદરકારી સામે આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

 

સીમા ૨૦૨૪ની ચુંટણી લડશે, આવી ઓફર

 

શું સીમા રાજકીય પીચ પર ઉતરશે?

ત્યાર બાદથી જ બોર્ડર તપાસ એજન્સીઓના રડાર પર છે. જો કે તેની અને સચિનની લવસ્ટોરી સતત હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. આ દરમિયાન સમાચાર ફેલાયા હતા કે સીમા હૈદર રાજકારણની પીચ પર નવી ઈનિંગ શરૂ કરવાની છે. એવું કહેવામાં આવ્યું હતું કે એનડીએના સાથી અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ સીમા હૈદરને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સીમા હૈદરે પણ આ આમંત્રણનો સ્વીકાર કર્યો છે અને તે ચૂંટણી ક્ષેત્રમાં પણ પ્રવેશ કરી શકે છે.

 

સીમા ૨૦૨૪ની ચુંટણી લડશે, આવી ઓફર

 

કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

જોકે, આ મામલો થાળે પડે તે પહેલા જ રામદાસ આઠવલેનો ખુલાસો બહાર આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટીનો આવો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે, “સીમા હૈદરને પાર્ટીમાં લેવાનો કોઈ સવાલ જ નથી અને જો તેમને ટિકિટ આપવી પડશે તો અમે તેમને ભારતથી પાકિસ્તાન ટિકિટ આપીશું, પરંતુ તેમને અહીં પાર્ટીની ટિકિટ આપવાનો કોઈ સવાલ જ નથી.”

 

આ શહેરમાં માત્ર ને માત્ર 40 રૂપિયામાં કિલો એક ટામેટા મળે, લોકોએ દોટ મૂકી, જાણો શા કારણે બધાથી આટલા સસ્તા

ગુજરાતીઓ એટલે જ સારા ડોક્ટર પાસે જજો, આ જિલ્લામાં ડિગ્રી વગરના ડોક્ટરે ઈંજેક્શન મારતાં બાળકનું મોત, ચારેકોર હાહાકાર

શ્રાવણ મહિલા પહેલા જ મોટો ચમત્કાર, સપનું આપ્યું અને જોયું તો રાતોરાત વૃક્ષમાંથી શિવલિંગ બહાર આવ્યું, જોઈ લો તસવીર

 

કોણ છે સીમા હૈદર?

ઉલ્લેખનીય છે કે, સીમા હૈદર પાકિસ્તાની છે અને તે નેપાળ મારફતે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી છે.સીમાનો દાવો છે કે તે ગ્રેટર નોઈડાના સચિન મીનાના પ્રેમમાં પોતાના 4 બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવી છે.જો કે, એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે સીમા હૈદર ISI એજન્ટ હોઈ શકે છે.એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે.

 

 


Share this Article