રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ફરી ભાજપ પર હિંસા ફેલાવવાના આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, ભાજપના લોકો ગરીબ મુસ્લિમ યુવકોને પૈસા આપીને તેમની પાસે પથ્થરમારો કરાવે છે. જાેકે તેમણે કહ્યુ હતુ કે, મને આવી ફરિયાદો મળી રહી છે. મેં તેમાં કેટલુ તથ્ય છે તેની તપાસ હજી કરાવી નથી પણ હું તપાસ ચોક્કસ કરાવવાનો છું.
દિગ્વિજયસિંહ આ પહેલા પણ મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીના દિવસે થયેલા તોફાનો બાદ ભાજપ પર આરોપ લાગી ચુકયા છે. તેમણે તે વખતે કહ્યુ હતુ કે, ભાજપ માટે કોમવાદી ઉન્માદએ સૌથી મોટુ હથિયાર છે. ભાજપને ખબર છે કે, પથ્થરો નહીં ફેંકાય ત્યાં સુધી સત્તા મળવાની નથી.
બીજી તરફ દિગ્વજિયસિંહના નિવેદનનો ભાજપના નેતા રામેશ્વર શર્માએ એવુ કહીને વિરોધ કર્યો છે કે, દિગ્વિજયસિંહ જિન્નાનુ સંતાન છે અને હિન્દુ-મુસ્લિમ વચ્ચેની ખાઈ તે વધારે પહોળી કરી રહ્યા છે. જાે તથ્યની ખબર નથી તો તે ઉશ્કેરણીજનક નિવેદન કેમ આપી રહ્યા છે.