એનસીપી સુપ્રીમો શરદ પવાર સામે બળવાનું બ્યુગલ વગાડીને નાયબ મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે સરકારમાં સામેલ થયેલા અજિત પવારને લઈને શિવસેનાના ધારાસભ્યોમાં ભારે અસ્વસ્થતા જોવા મળી રહી છે. દરમિયાન, સીએમ એકનાથ શિંદેએ બુધવારે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા અને તમામ પક્ષના ધારાસભ્યો અને સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી.
સીએમ શિંદે સાથેની બેઠક બાદ શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે ગઠબંધનમાં કોઈ મતભેદ હોવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. સામંતે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના રાજીનામાની વાત ખોટી છે. તેમણે કહ્યું, ‘અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, ત્રણેય પક્ષોના નેતાઓ સાથે મળીને સરકાર ચલાવશે.’ આ સાથે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સંગઠનને મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. શિવસેના 2024ની ચૂંટણી એકનાથ શિંદેના નેતૃત્વમાં લડશે.
અજિત પવારને સાથે લેવાની શું જરૂર છે?
જોકે, સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાના ધારાસભ્ય અજિત પવાર જૂથ સાથે ગઠબંધન સામે વાંધો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યારે શિવસેના-ભાજપ સરકાર પાસે પહેલાથી જ 170 ધારાસભ્યોનું સમર્થન છે તો પછી એનસીપીને સરકારમાં સામેલ કરવાની શું જરૂર હતી.
અગાઉના દિવસે, શિવસેનાના સાંસદ ગજાનન કીર્તિકરે કહ્યું હતું કે મહારાષ્ટ્ર કેબિનેટમાં અજિત પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથના સમાવેશથી ભાજપ અને શિવસેનાના મંત્રીપદના દાવેદારોની સંભાવનાઓ નબળી પડી છે અને તેમાંથી કેટલાક નારાજ છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે તેનાથી વાકેફ છે. તેમણે કહ્યું, “NCP સરકારમાં જોડાયા પછી, ભાજપ અને શિવસેના તરફથી મંત્રી પદના ઉમેદવારોનો અવકાશ ઓછો થયો છે. આનાથી કેટલાક ધારાસભ્યો નારાજ છે. મુખ્યમંત્રી આ બાબતથી વાકેફ છે.
પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ
અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા
વાસ્તવમાં, અજિત પવાર કેમ્પના નવ પ્રધાનોના સમાવેશ સાથે, શિંદે-ફડણવીસ કેબિનેટના સભ્યોની સંખ્યા 29 થઈ ગઈ છે. હવે કેબિનેટમાં માત્ર 14 પદ ખાલી છે. દરમિયાન, અજિત પવારે બુધવારે શક્તિ પ્રદર્શન દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા માંગે છે. તેમના નિવેદને શિવસેનામાં અસંતોષ વધારવાનું જ કામ કર્યું.