અત્યારે મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં બુધવારે મસ્કતથી કોચીન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં અચાનક ધુમાડો દેખાવા લાગ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પ્લેનમાંથી ધુમાડો નીકળ્યા બાદ મસ્કત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઉતાવળમાં મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાન બુધવારે સવારે કોચી માટે રવાના થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. એર ઈન્ડિયાનું વિમાન નંબર IX-442, VT-AXZ બુધવારે મસ્કતથી કોચી માટે રવાના થવાનું હતું. આ દરમિયાન પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ત્યારબાદ એરપોર્ટ પર હાજર સ્ટાફે ઉતાવળમાં પ્લેનમાં સવાર 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરને બહાર કાઢ્યા જેનાથી લોકોનો જીવ બચી ગયો. જો કે આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.