પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા હરિયાણાની સોનીપત પોલીસે પંજાબ પોલીસની માહિતીના આધારે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની સંગઠનો સાથે જાેડાયેલા ત્રણ સોપારી કિલર્સની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, જેમની પાસેથી એક છદ્ભ-૪૭ અને એક ૩ વિદેશી પિસ્તોલ મળી છે. પકડાયેલા આરોપીઓ પંજાબમાં પહેલા પણ હત્યાની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે અને ફરીથી તેમનો ઈરાદો હત્યા કરવાનો હતો.
પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓ, સાગર ઉર્ફે પિન્ની, સુનીલ ઉર્ફે પહેલવાન અને જતીન ઉર્ફે રાજેશ, જેઓ હરિયાણાના સોનેપત જિલ્લાના જુઆ ગામના રહેવાસી છે અને સોનીપતમાં પહેલાથી જ મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણાની સોનીપત પોલીસે ગુપ્તચર વિભાગ અને પંજાબ પોલીસની માહિતીના આધારે આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હવે આ ત્રણેય આરોપીઓને ટૂંક સમયમાં જિલ્લા કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ પર લેવામાં આવશે. જેથી તેમના અન્ય સાથીદારોની પણ ધરપકડ કરી શકાય. સોનીપત પોલીસ દ્વારા પંજાબ પોલીસને પણ માહિતી આપવામાં આવી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓનો પહેલા પણ સોનીપતથી ગુનાહિત રેકોર્ડ ધરાવે છે અને હવે તેઓ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનના ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સાથે સંકળાયેલા છે અને તેમના પર સોપારી લઈને હત્યા કરવા સાથે ભય ફેલાવવાનો આરોપ છે. પકડાયેલા આરોપીઓ દ્વારા પંજાબમાં પહેલા પણ હત્યાઓ કરવામાં આવી ચુકી છે અને હવે ફરી એકવાર આ આરોપીઓ હત્યા કરવા માંગતા હતા, પરંતુ તે પહેલા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સોનીપતના પોલીસ અધિક્ષક રાહુલ શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપી આતંકવાદી સંગઠન ચલાવનાર લોકો ગુર્જન સિંહ જેન્ટા, હરજિંદર સિંહ નિઝર, લખબીર સિંહ રોડ અને હર્ષદીપ સિંહ ડાલાના સંપર્કમાં આ લોકો રહ્યા છે અને તેમના એકાઉન્ટમાં પણ વિદેશથી પૈસા પણ મોકલ્યા છે.