Anju Nasrullah Love Story: વિઝા વિના ભારતમાં પ્રવેશેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર અને નોઈડામાં રહેતી સચિન મીના બાદ હવે ભારતથી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગયેલી અંજુ સમાચારોમાં છે.પાકિસ્તાનમાં આવેલી બે બાળકોની ભારતીય માતા અંજુએ ઇસ્લામ કબૂલ કર્યા બાદ મંગળવારે તેના મિત્ર સાથે લગ્ન કર્યા અને હવે તેનું નવું નામ ફાતિમા છે.અંજુ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અપર ડીર જિલ્લામાં તેના પાકિસ્તાની મિત્ર નસરુલ્લાના ઘરે રહેતી હતી.બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.આ કપલે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની સ્થાનિક કોર્ટમાં લગ્ન કર્યા હતા.
જો કે અંજુ અને નસરુલ્લાએ લગ્નના સમાચારને નકારી કાઢ્યા છે. આ સાથે અંજુએ સીમા હૈદર સાથે પોતાની તુલના અંગે પણ વાત કરી છે. મહિલાએ કહ્યું કે તે જલ્દી જ ભારત પરત ફરશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન અંજુએ માત્ર એ વાતની પુષ્ટિ જ નથી કરી કે તે પાકિસ્તાનમાં છે એટલું જ નહીં પરંતુ તેણે એમ પણ કહ્યું હતું કે તે પેશાવરની બાજુમાં આવેલા પર્વતીય વિસ્તાર, ઉપરના દીર શહેરમાં તેના મિત્રના ઘરે રહે છે. તમે પાકિસ્તાન કેમ ગયા? તેના જવાબમાં અંજુએ કહ્યું હતું કે તે ત્યાં એક લગ્નમાં હાજરી આપવા ગઈ છે.
તેની સાથેની વાતચીતમાં તેણે કહ્યું, “મારી તુલના સીમા હૈદર સાથે કરવી ખોટી છે. હું ભારત પાછો આવીશ. હું અત્યારે અહીં પાકિસ્તાનમાં સુરક્ષિત છું. મને કોઈ સમસ્યા નથી.” ભવિષ્ય માટે તમારી યોજના શું છે? આ સવાલના જવાબમાં અંજુએ કહ્યું હતું કે ‘હું ત્રણથી ચાર દિવસમાં ભારત પરત ફરીશ. હું ઓફિસથી 10 દિવસની રજા લઈને પાકિસ્તાન આવી છું. હવે પછી હું જે પણ નિર્ણય લઈશ, તે બધાને જણાવીશ.” અંજુએ કહ્યું કે, તેના પતિ સાથે તેના સારા સંબંધો નથી.
5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’
40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી
વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ
પાકિસ્તાનના આંતરિક મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનને મોકલવામાં આવેલા એક સત્તાવાર દસ્તાવેજ અનુસાર, તેને માત્ર અપર દીર જિલ્લા માટે જ 30 દિવસના વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નસરૂલ્લા યુનિવર્સિટી ઓફ શેરિંગલમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને તે પાંચ ભાઈઓમાં સૌથી નાનો છે. સ્થાનિક અધિકારીઓને આપેલા સોગંદનામામાં નસરુલ્લાહે કહ્યું હતું કે તેમની મિત્રતામાં કોઈ પ્રેમનો એંગલ નથી અને અંજુ 20 ઓગસ્ટે ભારત પરત ફરશે.