ઘણીવાર લોકો બેંકિંગ છેતરપિંડીનો શિકાર બનતા જોવા મળ્યા છે. લોકોને છેતરવા માટે છેતરપિંડી કરનારાઓ અવનવી રીતો અપનાવી રહ્યા છે જેમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીનો સમાવેશ થાય છે. આ અંતર્ગત ઠગ લોકોને ડરાવી દે છે અથવા પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવે છે. જે બાદ ઠગ લોકોની અંગત માહિતી એકઠી કરે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને બેંકિંગ છેતરપિંડી અંગે ચેતવણી આપી છે.
SBIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને લોકોને રોંગ નંબર સમજવા માટે કહ્યું છે. ક્યારેય પાછા કૉલ કરશો નહીં અથવા આવા એસએમએસનો જવાબ આપશો નહીં કારણ કે તે તમારી વ્યક્તિગત/નાણાકીય માહિતીની ચોરી કરવાનું કૌભાંડ છે. આ સાથે SBIએ એક વીડિયો પણ શેર કર્યો છે.
Understand "YehWrongNumberHai"! Never call back or respond to such SMSs as these are scam to steal your personal/financial information. Stay Alert and #SafeWithSBI. #CyberJagrooktaDiwas#SBI #AmritMahotsav pic.twitter.com/5eHwDhh1yF
— State Bank of India (@TheOfficialSBI) October 5, 2022
આ વીડિયોમાં SBI દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો નકલી SMS દ્વારા છેતરપિંડી કરે છે. SBIએ કહ્યું છે કે કોઈપણ ફેક મેસેજ આવવા પર કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો ખોટા નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હોય, તો તપાસો કે તે ફોન નંબરથી મોકલવામાં આવ્યો છે, સત્તાવાર ID પરથી નહીં.
આ સિવાય આવા SMS કર્યા પછી જો કોઈ તમને કૉલ કરે છે અને શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવાનું કહે છે, તો તેના પર ધ્યાન ન આપો. આ ઉપરાંત જો કોઈ તમને એસએમએસ મોકલીને ઝડપી ચુકવણી કરવાનું કહે તો ત્યાં સાવચેત રહો. તેમજ મોકલેલા SMSમાં વ્યાકરણની ભૂલો કે જોડણીની ભૂલો હોય તો સમજવું કે આ ખોટો નંબર છે.