આતંકવાદીઓએ પંજાબના રેલવે સ્ટેશનોને અને રાજ્યપાલ, મુખ્યમંત્રી ભગવંત માન જેવા મહાનુભવોને નિશાન બનાવવાની ઉડાડી દેવાની ધમકી આપી છે. રાજ્યના કપૂરથલા સ્ટેશનના ડીઆરએમને મળેલા પત્રમાં સુલતાનપુર લોધી, લોહિયાન ખાસ, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ, ફગવાડા, અમૃતસર અને તરનતારન સહિત અનેક રેલવે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર જૈશ-એ-મોહમ્મદે લખ્યો છે. જો કે, આ અંગે કોઈ તારીખ કે દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ ધમકીભર્યો પત્ર કપૂરથલાના સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પરથી મળ્યો છે. સ્ટેશન માસ્ટરના નામે આવેલો આ પત્ર વાંચીને સ્ટાફના હોશ ઉડી ગયા હતા. સાથે જ મામલાની ગંભીરતા જોઈને સ્ટેશન માસ્તરે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અંગ્રેજી નોટબુકના પેજ પર હિન્દીમાં ધમકીભર્યો પત્ર લખવામાં આવ્યો છે. તે જ સમયે, જે પરબિડીયુંમાં પત્ર મોકલવામાં આવ્યો છે. તે પોસ્ટેજ સ્ટેમ્પ સાથે પણ મળી આવ્યો છે, પરંતુ એક પણ પોસ્ટ ઓફિસની કાળી સીલની નિશાન તેમા જોવા મળ્યું ન હતુ.
સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે જણાવ્યુ હતુ કે, “આજે પોસ્ટ દ્વારા મળેલા ધમકી પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બદલો લેવા માટે સુલતાનપુર લોધી, ફિરોઝપુર અને જલંધર જેવા મોટા રેલ્વે સ્ટેશનોને 21 મે સુધીમાં ઉડાવી દેવામાં આવશે. જેમાં કહેવામાં આવ્યું છે કે સીએમ માન અને અન્ય કેટલાક લોકો પર પણ હુમલોની પણ આશંકા છે.
21 મે સુધી ઉગ્રવાદી સંગઠનો દ્વારા પંજાબના લગભગ રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ સાવચેતીના પગલારૂપે રેલવે સ્ટેશનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તે જ સમયે, પોલીસે કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પંજાબ, જમ્મુ અને પઠાણકોટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોઈ અસામાજિક તત્વ કોઈ અનિચ્છનીય બનાવને અંજામ ન આપે તે માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં રેલવે સ્ટેશનો પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.