સુલતાનગંજની એક 70 વર્ષની વૃદ્ધ મહિલાએ બાબા ભોલેનાથ પાસે મન્નત માંગી હતી કે હે બાબા ભોલેનાથ, જો તમે મારા જમાઈને સ્વસ્થ બનાવી દેશો તો હું દંડવત પ્રણામ કરતા કરતા તમારા શરણમાં આવીશ. આ ઘટના બેલ્લારી વિસ્તારમાં લખનપુર પાસેના કાચી કંવરિયાની છે. જ્યારે આ વ્રુધ્ધ મહિલાને આવુ કરવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નિઃસંકોચપણે તેમના વ્રત વિશે જણાવ્યું.
મસાડીની રહેવાસી વૃદ્ધ સોના દેવીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે અશ્રુભીની આંખો સાથે કહ્યું તેની પુત્રીના લગ્ન ઝારખંડના કરિહારી ગામમાં એક સારા ઘરમાં કર્યા. મારા જમાઈ અનિલ તિવારી પહેલા લોકડાઉનમાં ગંભીર રીતે બીમાર હતા. સારવાર લીધા બાદ હવે તે સ્વસ્થ છે. સારવાર દરમિયાન બાબા ભોલેનાથ પાસે મે મન્નત માંગી હતી કે હે ભોલેનાથ, મારા જમાઈને સ્વસ્થ બનાવો. કોઈ પણ સંજોગોમાં હુ તમારા મંદિરે દંડવત પ્રણામ કરતા કરતા જલાભિષેક કરવા આવીશ. આજે તેમની કૃપાથી મારા જમાઈ સ્વસ્થ છે.
વૃદ્ધ મહિલાએ કહ્યું, મારે બે પુત્રો છે, મારી પાસે જે કંઈ છે તે બંને પુત્રોનું છે. પણ દીકરી માટે તો બધું જ મારો જમાઈ છે. એટલે બુધવારે જ પાણી લઈને દંડવત પ્રણામ કરતા કરતા હુ નીકળી ગઈ. આજે ચાર દિવસ થઈ ગયા છે. બીજી તરફ, જ્યારે પૂછવામાં આવ્યું કે જલાભિષેક કયા દિવસે થશે? ત્યારે મહિલા કહ્યુ કે હવે માત્ર ભોલેનાથ જ એ જાણે છે. શ્રાવણ કે ભાદરવા મહિનામાં થઈ જશે. તેમની આ દંડવત પ્રણામ કરતા કરતા જલાભિષેકની માનતા પૂરી કરવામા તેમની પુત્રી મીનુ દેવી વૃદ્ધની મદદ કરી રહી છે.