એક વ્યક્તિએ 6 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી અને પછી એ જ દિવસે સાંજે 6 વાગ્યે ડ્રો યોજાયો જેમાં તેણે 1 કરોડ રૂપિયા જીત્યા. અહી વાત થઈ રહી છે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત બટાલાના રહેવાસી સુનીલ દેગરા વિશે જેણે કાદિયા ચુંગીથી 6 રૂપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી. જે બાદ તેને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી.
લોટરી એજન્સીના ઓનર સંજયના કહેવા પ્રમાણે બટાલાના સુનીલ દેગરાની કિસ્મત ચમકી છે. ડ્રો પછી સુનિલે ગઈ કાલે કોલકાતાના નાગાલેન્ડ સ્ટેટ લોટરીના મુખ્ય અધિકારીને તેની લોટરી ટિકિટ સંબંધિત દસ્તાવેજો સબમિટ કર્યા છે. હવે તેને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સંજયે જણાવ્યું કે આ મહિનાની 15મી તારીખે સુનીલ દેગરાએ કાદિયા ચુંગી સ્થિત સેન્ટર પરથી લોટરીની ટિકિટ ખરીદી હતી 1 ટિકિટનો દર માત્ર 6 રૂપિયા હતો.
સંજયે જણાવ્યું કે સુનીલે કુલ 25 ટિકિટો ખરીદી હતી. આ 25 લોટરી ટિકિટ પ્રતિ ટિકિટ 6 રૂપિયાના દરે એટલે કે કુલ 150 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. તે જ દિવસે સાંજે 6 વાગ્યે ડ્રો આવ્યો અને તેણે લોટરી જીતી. હવે સુનીલને 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. સુનીલ કોલકાતામાં નાગાલેન્ડ સ્ટેટ લોટરીની હેડ ઓફિસ ગયો છે અને ટિકિટની ઈનામની રકમ લેવા સંબંધિત દસ્તાવેજો જમા કરાવ્યા છે.