India News : બોલિવૂડ એક્ટર અને સાંસદ સની દેઓલ (Sunny Deol) આ દિવસોમાં હેડલાઇન્સમાં છે અને પોતાની નવી ફિલ્મ ગદર-2ની (Ghadar-2) સફળતાનો આનંદ માણી રહ્યો છે. ગદર-2 બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી રહી છે, પરંતુ આ દરમિયાન સની દેઓલે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલે વર્ષ 2024માં કોઈ પણ ચૂંટણી લડવા માંગતા નથી તેવી જાહેરાત કરતા કહ્યું છે કે હવે હું જે કરી રહ્યો છું, તે એક અભિનેતા તરીકે પણ કરી શકું છું. રાજકારણ આપણા પરિવાર માટે નથી.
એક તરફ લોકસભા ચૂંટણી 2024ને (Lok Sabha Election 2024) લઈને દેશમાં માહોલ બનવા લાગ્યો છે, તો બીજી તરફ સની દેઓલે આની જાહેરાત કરી છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન સની દેઓલે સ્પષ્ટ કર્યું હતું કે, તે કોઇ ચૂંટણી લડવા માંગતો નથી. “તમે એક કામ કરી શકો છો, તમે વધારે કામ કરી શકતા નથી. જ્યારે હું આવ્યો, ત્યારે મેં ઘણું વિચાર્યું. પરંતુ અત્યારે હું જે પણ કરી રહ્યો છું, તે હું એક અભિનેતા તરીકે પણ કરી શકું છું.”
જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે શું લોકસભામાં તેમની હાજરી માત્ર 19 ટકા છે, ત્યારે તેમણે કહ્યું કે, “જ્યારે હું ગૃહમાં જાઉં છું, ત્યારે હું જોઉં છું કે દેશ ચલાવતા લોકો અહીં બેઠા છે, પરંતુ તેઓ કેવું વર્તન કરી રહ્યા છે અને અમે દરેકને આવું વર્તન ન કરવા કહીએ છીએ.” જ્યારે વસ્તુઓ યોગ્ય લાગતી નથી, ત્યારે મને લાગે છે કે હું તેવો નથી.
‘રાજકારણ પરિવારને શોભતું નથી’
સની દેઓલ 2024ની લોકસભા ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું અત્યારે કોઇ ચૂંટણી લડવા માંગતો નથી. મારી પસંદગી માત્ર એક અભિનેતા તરીકે જ થશે, તેવી જ રીતે હું દેશની સેવા કરીશ. રાજકારણ અમારા પરિવારને માફક આવતું નથી, પહેલા પાપા સાથે આવું થતું હતું અને હવે હું અહીં છું. લોકો જાણે છે કે આપણે કોણ છીએ, તેઓ જાણે છે કે આપણે ક્યાં છીએ પરંતુ આપણે કેવા પ્રકારના માણસો છીએ.
એકદમ નાની ઉંમરે અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત, 11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ
જો જીવનમાં આ આદતો હોય તો આજે અને અત્યારે જ કાઢી નાખજો, માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી દેશે!
સની દેઓલ ૨૦૧૯ માં ભાજપમાં જોડાયા હતા અને ગુરદાસપુરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે કોંગ્રેસના સુનિલ જાખડને 82,000 થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સની દેઓલના ગુમ થવાના, લોકસભામાં ગેરહાજર રહેવાના અને પોતાના લોકસભા ક્ષેત્રના લોકોથી દૂર રહેવાના આરોપ અનેક વખત લાગ્યા છે અને સાંસદ તરીકેના તેમના કામને ઓછું આંકવામાં આવ્યું છે.