India News: ભારતે ખૂબ ઓછા સમયમાં સૈન્ય શક્તિ વધારવામાં પોતાનું કૌવત બતાવ્યું છે. દુનિયાના લગભગ દેશોની નજર ભારત પર છે. આપણા દેશની આર્મી પાસે મશીન ગન, બૉમ્બ અને રાઇફલ્સ જેવા અનેક હથિયારો સામેલ છે. હવે શસ્ત્રોથી સજ્જ ભારતીય સેનામાં વધુ એક તાકાતનો સમાવેશ થયો છે.
અથર્વ ટેન્કથી દુશ્મનોને જડબાતોડ જવાબ
ભારતને એક નવી ટેન્ક મળી છે જેનું નામ છે અથર્વ ટેન્ક. આ ટેન્કનું કવચ T-72 ટેન્કનું રાખવામાં આવ્યું છે. દેશમાં નવી એક સ્વદેશી ટેન્ક બનાવવામાં આવી છે તે એક હાઇબ્રિડ ટેન્ક છે. અથર્વ ટેન્કમાં T-72 ટેન્ક અને T-90ની બેરલ એટલે કે, ભીષ્મ ટેન્કની તાકાત છે. આ ટેન્ક મિસાઇલ પણ ફાયર કરી શકશે. ઑટોમેટિક એન્ટી એરક્રાફ્ટ ગન ઉપરાંત કમાન્ડરની ફાયરિંગ સુવિધા ઉમેરવામાં આવી છે. આટલી વિશાળ શક્તિથી ભારતના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાશે.
યુદ્ધના મેદાનમાં તેજ ગતિથી દોડશે
ઉલ્લેખનીય છે કે, T-72 ટેન્ક 48 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી અને ભીષ્મ ટેન્ક એટલે કે T-90 45 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી હતી. પરંતુ વાત જો અથર્વ ટેન્કની કરીએ તો યુદ્ધના મેદાનમાં 75 કિમી પ્રતિ કલાકની ઝડપે આ ટેન્ક આગળ વધશે. અથર્વ ટેન્કની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં મિસાઇલ ફાયરની ક્ષમતા સામેલ કરવામા આવી છે. આ સિવાય તેમાં ઑટોમેટિક ક્લૉઝ્ડ એન્ટી એરક્રાફ્ટ ગન સિસ્ટમ લગાવવામાં આવી છે. જે ગન શક્તિશાળી ગનમાંથી એક છે અને જરૂર મુજબ કમાંડરને પણ ફાયરિંગની સુવિધા આપવામાં આવી છે.