બજારમાં ટાટાની ગાડીઓની ડિમાન્ડ સતત વધતી જઈ રહી છે. ત્યાં, બીજી તરફ દેશની સૌથી મોટી ઓટોમેકર્સ કંપની મારુતિ સુઝુકીના વેચાણમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ટાટાએ એપ્રિલ મહિનામાં જાેરદાર ગ્રોથ નોંધાયો છે. એપ્રિલ વેચાણમાં રિપોર્ટના અનુસાર એપ્રિલમાં મારુતિ સુઝુકીના જથ્થાબંધ વેચાણમાં ૬ ટકા અને હ્યુન્ડાઈના જથ્થાબંધ વેચાણમાં ૫ ટકાનો ઘટાડો આવ્યો છે જ્યારે ટાટા મોટર્સે ગયા વર્ષની સરખામણી આ વર્ષે જથ્થાબંધ વેચાણમાં ૭૪ ટકાનો વધારો નોંધાયો છે.
મારુતિ સુઝુકીનુ એપ્રિલમાં વેચાણ દેશની સૌથી મોટી કાર નિર્માણ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાની રવિવારે કુલ જથ્થાબંધ વેચાણ ૬ ટકાના ઘટાડા સાથે એપ્રિલમાં ૧,૫૦,૬૬૧ યુનિટ રહ્યો. એમએસઆઈ એ એક નિવેદનમાં કહ્યુ કે કંપનીએ એપ્રિલ ૨૦૨૧માં ડીલરોને ૧,૫૯,૬૯૧ એકમો મોકલ્યા હતા. ગયા મહિને કંપનીની ઘરેલૂ વેચાણ ૭ ટકા ઘટીને ૧,૩૨,૨૪૮ યુનિટ રહી ગયુ, જે એપ્રિલ ૨૦૨૧માં ૧,૪૨,૪૫૪ યુનિટ હતુ.
ઓલ્ટો અને એસ-પ્રેસો સહિત મિની કારના વેચાણમાં ૩૨ ટકા ઘટીને ૧૭,૧૩૭ યુનિટ રહી ગયો, જે ગયા વર્ષે આ મહિનામાં ૨૫,૦૪૧ હતો. આ પ્રકારે સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવા મોડલ સહિત કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેચાણ એપ્રિલ ૨૦૨૧માં ૭૨,૩૧૮ ની સરખામણીએ ૧૮ ટકા ઘટીને ૫૯,૧૮૪ યુનિટ રહ્યુ. મિડ સાઈઝની સેડાન સિયાઝનુ વેચાણ એપ્રિલ ૨૦૨૧માં ૧,૫૬૭થી ઘટીને ૫૭૯ યુનિટ રહ્યુ.