India News: રેલ્વે દેશની જીવાદોરી ગણાય છે. આજે પણ ભારતમાં મુસાફરીનું સૌથી સરળ અને સસ્તું માધ્યમ ભારતીય રેલ્વે છે. ભારતીય રેલ્વે મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. આ શ્રેણીમાં ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ના એક્ઝિક્યુટિવ લાઉન્જની સુવિધા દેશના ઘણા મોટા રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. આ એક્ઝિક્યુટિવ લાઉન્જમાં તમે આરામથી બેસીને ટ્રેનની રાહ જોઈ શકો છો.
રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝીન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જો કે આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આજે અમે તમને એક એવી રીત જણાવીશું જેના દ્વારા તમે માત્ર 2 રૂપિયામાં આ સુવિધાઓ મેળવી શકો છો.
ઘણા ક્રેડિટ કાર્ડ્સ પર રેલ્વે લાઉન્જ એક્સેસ સુવિધા ઉપલબ્ધ
બજારમાં ઘણા ક્રેડિટ કાર્ડ છે જે આ લાભ આપે છે. રેલવે લાઉન્જ ઓપરેટર દ્વારા રૂ. 2ના ટ્રાન્ઝેક્શન પર નોન-રિફંડેબલ કાર્ડ વેલિડેશન ચાર્જ તરીકે વસૂલવામાં આવશે. અહીં કેટલાક ક્રેડિટ કાર્ડ્સની યાદી છે જે મફત રેલ્વે લાઉન્જ એક્સેસ ઓફર કરે છે.
IDFC First Bank Millennia Credit Card
IDFC First Bank Classic Credit Card
IDFC First Bank Select Credit Card
IDFC First Bank Wealth Credit Card
ICICI Bank Coral Credit Card
IRCTC SBI Platinum Card
IRCTC SBI Card Premier
IRCTC BoB Rupay Credit Card
HDFC Bank Rupay IRCTC Credit Card
MakeMyTrip ICICI Bank Platinum Credit Cardॉ
MakeMyTrip ICICI Bank Signature Credit Card
ICICI Bank Rubyx Credit Card
રેલ્વે લાઉન્જની યાદી
ટ્રાવેલર્સ એક્ઝિક્યુટિવ લાઉન્જ- નવી દિલ્હી – પ્લેટફોર્મ નંબર 16
એક્ઝિક્યુટિવ લાઉન્જ- નવી દિલ્હી – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લાઉન્જ- મદુરાઈ – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ- જયપુર – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લાઉન્જ- આગ્રા – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ- અમદાવાદ – પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ- વારાણસી- પ્લેટફોર્મ નંબર 1
એક્ઝિક્યુટિવ લોન્જ- સિયાલદાહ- પ્લેટફોર્મ નંબર 1