VIDEO: મંત્રીને પોતાના જ ગાર્ડ પર ભારે ગુસ્સો આવ્યો, હજારો લોકોની સામે થપ્પડ મારી દીધી, જાણો શું હતું કારણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : શુક્રવારે તેલંગાણામાં (Telangana) એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાજ્યના ગૃહ પ્રધાન મોહમ્મદ મહમૂદ અલી (Mohammad Mahmood Ali) એક જાહેર કાર્યક્રમમાં સમયસર ફૂલોનો ગુલદસ્તો ન મળવાના આરોપસર તેમના સુરક્ષા ગાર્ડને થપ્પડ મારતા જોવા મળે છે. વીડિયોમાં અલી એક ઓફિશિયલ ફંક્શનમાં પોતાના કેબિનેટના સાથી ટી શ્રીનિવાસ યાદવને (T Srinivas Yadav) ગળે લગાવીને સિક્યોરિટી ગાર્ડ તરફ વળી રહ્યો છે અને પછી કથિત રીતે થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે.

શ્રીનિવાસ યાદવને જન્મદિવસની શુભેચ્છા પાઠવનાર અલી એ વાતથી નારાજ હતો કે સુરક્ષા અધિકારીએ તેને સમયસર પુષ્પગુચ્છ ન આપ્યો. આ પુષ્પગુચ્છ શ્રીનિવાસ યાદવને આપવાનું હતું. મહમૂદ અલીની ટિપ્પણીઓ માટે તેમનો સંપર્ક કરવાના પ્રયત્નો સફળ થયા ન હતા. આ દરમિયાન ભાજપે મંત્રીના “અસ્વીકાર્ય” વર્તનની નિંદા કરી હતી.

 

ભાજપના સાંસદ અરવિંદ ધર્મપુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, “તેલંગાણાના ગૃહમંત્રી દ્વારા સુરક્ષાકર્મચારીને થપ્પડ મારવાની ઘટનાની હું સખત નિંદા કરું છું. નેતૃત્વ આદર અને ગૌરવ પર આધારિત હોવું જોઈએ. આ વર્તણૂક અસ્વીકાર્ય છે અને ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે.”

 

ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!

ભારતના દબાણ પછી કેનેડાને તાત્કાલિક પગલા લેવા પડ્યાં! મોટાભાગના રાજદ્વારીઓને સિંગાપોર અને મલેશિયા મોકલી દીધા

તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?

 

હવે આ સમગ્ર મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ અરવિંદ ધર્મપુરીએ કહ્યું, “કેટીઆરએ જવાબ આપવો પડશે. ગૃહમંત્રી હોવાને કારણે તેમણે પોતાના સિક્યોરિટી ગાર્ડને ઘમંડના કારણે થપ્પડ મારી દીધી હતી. તેમણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.”

 

 


Share this Article
TAGGED: