પ્રજાના પૈસે રાજકારણીઓ જલસા કરતા હોય છે.રાજસ્થાન સરકારે પણ આવુ જ કંઈક કર્યુ છે અને તેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. રાજસ્થાન સરકારે બુધવારે રજૂ કરેલા બજેટ દરમિયાન ૨૦૦ ધારાસભ્યોનો મોંઘાદાટ આઈ ફોન ૧૩ ગિફ્ટ કર્યા છે. લોકો સોશિયલ મીડિયા પર તેનો વિરોધ પણ કરી રહ્યા છે. ગયા વર્ષે રાજસ્થાન સરકારે ધારાસભ્યોને બજેટ બાદ આઈપેડ આપ્યા હતા. બજેટ બાદ ધારાસભ્યોને બ્રિફકેસમાં બજેટની કોપી આપવાનો રિવાજ છે.
આ વખતે બજેટ બાદ ધારાસભ્યોને બ્રિફકેસ અપાઈ હતી અને તેમણે જ્યારે બેગ ખોલી ત્યારે અંદર આઈફોન ૧૩ નિકળ્યો હતો. ધારાસભ્યોને આઈફોન આપવા માટે દોઢ કરોડ રુપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો છે. દરમિયાન ભાજપે આ આઈફોન પાછા આપી દેવાનો ર્નિણય કર્યો છે.વિધાનસભામાં ભાજપના ૭૦ ધારાસભ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિશ પૂનિયાએ કહ્યુ હતુ કે, રાજ્ય પર જે પ્રકારનો નાણાકીય બોજાે પડેલો છે તે જાેતા ભાજપે આઈફોન પાછા આપી દેવાનો ર્નિણય લીધો છે.