India News: ભારતીય હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં સર્જાઈ રહેલા ચક્રવાત મિચોંગને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. તેઓએ આ વાવાઝોડાના મજબૂત થવાની માહિતી આપતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચેન્નાઈ છોડીને, ચક્રવાત મિચોંગ મંગળવારે નેલ્લોર અને માછલીપટ્ટનમમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર તોફાન સાથે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાતી તોફાન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી થઈને આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના કિનારે પહોંચે તેવી શક્યતા છે. એલર્ટ જાહેર થયા બાદ પુડુચેરી સરકારે પુડુચેરી, કરાઈકલ અને યાનમની કોલેજોમાં રજા જાહેર કરી છે. આ સાથે અન્ય રાજ્યોને પણ તેમની ટીમો સાથે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
દક્ષિણ રેલવેએ તામિલનાડુમાં 3 થી 6 ડિસેમ્બર સુધી 118 ટ્રેનો રદ કરી છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર તામિલનાડુ અને પુડુચેરીમાં 3 થી 4 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશામાં 6 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.