સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પોતાને ભગવાનનું બાળક કહે છે, પરંતુ મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે અહીં માતા દુર્ગાના પિતા સામે આવ્યા હતા. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે થઈ શકે? તો ચાલો જાણીએ શુ છે આ આખો મામલો…આ સમગ્ર મામલો લોભ સાથે જોડાયેલો છે. કારણ કે મંદિરની કિંમતી જમીન હડપ કરવા માટે એક વ્યક્તિ મા દુર્ગાના કથિત પિતા બની ગયો છે.
આ મામલો ડિંડોરી જિલ્લાના કરંજિયા તાલુકાના ઝાંકી ગામનો છે. જ્યાં અંદાજે 50 વર્ષથી 6 એકર જેટલી જમીન દુર્ગા મંદિરના નામે સરકારી રેકોર્ડમાં નોંધાયેલી હતી. પરંતુ વર્ષ 2018-19માં મંદિરના રખેવાળ મુલાઈ સિંહે તત્કાલિન રેવન્યુ સ્ટાફ સાથે મળીને મંદિરની જમીન સરકારી દસ્તાવેજોમાં પોતાના નામે કરાવી લીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે જમીન હડપ કરવા માટે મુલાઈ સિંહે પોતાને માતા દુર્ગાના પિતા બતાવ્યા હતા અને તત્કાલીન રેવન્યુ સ્ટાફ પણ આ છેતરપિંડીમાં સંપૂર્ણ રીતે સામેલ હતો.
મા દુર્ગા મંદિરની જમીનના નામે છેતરપિંડી થયાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટીતંત્રે રેકોર્ડમાં સુધારો કરીને ઉક્ત જમીનને દુર્ગા મંદિરના નામે પાછી રજીસ્ટર કરાવી છે, જ્યારે તત્કાલીન પટવારીને કારણ બતાવી સમન્સ પાઠવવામાં આવ્યું છે. ડિંડોરીના જિલ્લા કલેક્ટર રત્નાકર ઝા આ દિવસોમાં જિલ્લામાં મંદિરો અને ટ્રસ્ટોની જમીન મુક્ત કરવા માટે એક વિશેષ અભિયાન ચલાવી રહ્યા છે.
આ અભિયાન દરમિયાન છેતરપિંડીના ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ઢાંકી ગામ સંબંધિત આ મામલો સામે આવ્યો હતો. આના થોડા દિવસો પહેલા અમરપુર તહસીલના રામગઢ સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરના નામે નોંધાયેલી 30 એકર જમીનની છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં પણ મંદિરના કેરટેકરે પોતાને ભગવાન રાધાકૃષ્ણના પિતા બતાવીને રેવન્યુ સ્ટાફ સાથે મળીને 30 એકર જમીન તેમના નામે કરાવી લીધી હતી.
આ બાદ આ અંગે નોંધ લેતા જિલ્લા વહીવટી તંત્રએ રેકોર્ડમાં સુધારો કરીને જમીન પરત મંદિરના નામે કરી દીધી છે. એસડીએમ બલવીર રમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 મંદિરો અને ટ્રસ્ટની જમીનના રેકોર્ડમાં સુધારો કરવામાં આવ્યો છે. આ મામલામાં બેદરકારી દાખવનાર મહેસૂલ કર્મચારીઓને નોટિસ આપીને બોલાવવામાં આવ્યા છે. ડિંડોરી જિલ્લામાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં થયેલી છેતરપિંડી અંગે વહીવટીતંત્રની કાર્યવાહી સરાહનીય છે. અહી વિચારવા અને સમજવાની વાત એ છે કે શું એકલા પટવારીની મિલીભગતથી આટલી મોટી છેતરપિંડી શક્ય છે?