World News: અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં ભારતીય વિમાન ક્રેશ થયાની માહિતી સામે આવી છે પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ તે ભારતીય વિમાન ન હતું. ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન ભારતીય નહીં પરંતુ મોરોક્કનનું નોંધાયેલ ડીએફ 10 વિમાન હતું.
#UPDATE | A plane that crashed in the mountains of Topkhana alongside the districts of Kuran-Munjan and Zibak of Badakhshan province, was Moroccan registered DF 10 aircraft, as per senior Directorate General of Civil Aviation (DGCA) official https://t.co/OdUV7D2gcX
— ANI (@ANI) January 21, 2024
ભારતીય વિમાન દુર્ઘટનાના ખોટા સમાચાર ક્યાંથી આવ્યા?
વાસ્તવમાં, ANIએ અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝને ટાંકીને જણાવ્યું હતું કે બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લા અમીરીએ કહ્યું છે કે બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને ઝિબાક જિલ્લાની સરહદે આવેલા તોપખાના પર્વતોમાં એક ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઝબીહુલ્લા અમીરીએ કહ્યું કે ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.
વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ, અયોધ્યામાં PM મોદી માત્ર 5 કલાક, જાણો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આયોજન
શું તમે જાણો છો રામ મંદિરની વાસ્તુ સાથે જોડાયેલી આ બાબતો? મંદિર આખરે કઈ શૈલીમાં બંધાઈ રહ્યું છે
સત્ય શું નીકળ્યું?
જો કે, બાદમાં ANIએ આ સમાચારને અપડેટ કરતી વખતે કહ્યું કે DGCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્લેન ભારતીય નથી પરંતુ મોરોક્કનનું રજિસ્ટર્ડ DF 10 એરક્રાફ્ટ હતું.