જાે તમે બદ્રીનાથ ધામ અથવા પહાડો તરફ જવાનું વિચારી રહ્યા હોય તો હવામાનને લઈને સતર્ક રહેજાે કારણ કે, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા દેહરાદુન સહીત પહાડોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ વખતે સામાન્યથી ૯ દિવસ બાદ ઉત્તરાખંડમાં આવેલા ચોમાસાને કારણે છેલ્લા ૨ દિવસોથી અનેક સ્થળો પર સતત અથવા તો થોડા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે પરંતુ પર્વતોમાં આફત સર્જાઈ છે.
ખાસ કરીને પિથોરાગઢ અને બાગેશ્વરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બાગેશ્વરમાં મંગળવાર બાદ બુધવારે પણ ખૂબ જ વરસાદ થયો પડ્યો હતો. થોડા કલાક વરસાદ બંધ રહ્યા બાદ સતત તેજ વરસાદના કારણે સરયૂ અને ગોમતી નદીઓમાં જળસ્તર જાેખમની નિશાની નજીક છે. નદી સરયુ ઘાટ પર ચઢી ગઈ છે તો ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. નદી નાળા તૂટવાને કારણે ડઝનબંધ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જિલ્લામાં બે પુલ ધોવાઈ ગયા હોવાના અહેવાલ છે.
ઘણા લોકોને ઘર છોડવા માટે પણન મજબૂર થયા છે. આ વખતે ચોમાસાને કેરળથી ઉત્તરાખંડ પહોંચવામાં લગભગ ૧ મહિનાનો સમય લાગ્યો છે જ્યારે ગયા વર્ષે તે સામાન્ય એટલે કે, ૨૦ જૂનથી એક અઠવાડિયા અગાઉ જ પહોંચી ગયું હતું. ઝોનલ હવામાન કેન્દ્રના નિયામક વિક્રમ સિંહનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, આગામી ૩ દિવસ એટલે કે, ૨ અને ૩ જૂલાઈ સુધી દેહરાદુન, બાગેશ્વર, નૈનીતાલ, ચમોલી, પિથૌરાગઢમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટનો મતલબ થાય છે કે, આ વિસ્તારોમાં વરસાદના કારણે ભૂસ્ખલન અથવા પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.