ઉત્તર પ્રદેશમાં ફતેહપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી એક મોટી ઘટના સામે આવી છે. અહેવાલ છે કે નાના પુત્રએ અહીં તેની ભાભી સાથેના ગેરકાયદેસર સંબંધોનો વિરોધ કરવા બદલ તેની વૃદ્ધ માતાને માર માર્યો હતો અને તેની હત્યા કરી હતી. તેની ભાભીએ આ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં તેનો સાથ આપ્યો હતો. હત્યા બાદ બંને લાશને સંતાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પુત્ર અને ભાભીને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
મોડી સાંજે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા અને માથામાં ઇજા થઇ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે નાના પુત્ર અને તેની ભાભીની કડક પૂછપરછ કરતાં તેણે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટના બિંદકી કોતવાલી વિસ્તારના હસનપુર ગામની છે. બિંદકી કોતવાલીના સીઓ યોગેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પોલીસે ૬૦ વર્ષીય રામશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકના પરિવારજનો મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને અટકાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઉપરાંત માથામાં પણ ઈજાના નિશાન મળી આવ્યા છે. મલિકે જણાવ્યું હતું કે ગ્રામજનોની પૂછપરછ બાદ પોલીસને રામશ્રીના નાના પુત્ર સંતરામ અને મોટી પુત્રવધૂ કામિની પર શંકા ગઈ હતી. બંનેને કસ્ટડીમાં લઈ આકરી પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેમના વચ્ચે અવૈધ સંબંધ હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ બંનેએ વૃદ્ધ માતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પુત્રવધૂ કામિનીનો પતિ રાજેન્દ્રસિંહ મુંબઈમાં પ્રાઇવેટ નોકરી કરે છે. તેના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલા થયા હતા. પતિ મુંબઈમાં હોવાના કારણે સંતરામ અને કામિની વચ્ચે અવૈધ સંબંધ બંધાયો હતો. આ વાત ગામલોકો અને રામશ્રી જાણતા હતા. માતા રામશ્રી ભાભી-દિયરના સંબંધોનો વિરોધ કરતી હતી. આ અંગે ઘણીવાર ત્રણેય વચ્ચે વિવાદ પણ થતો હતો. તેમણે કહ્યું કે રામશ્રીએ આ અંગે તેના મોટા પુત્રને પણ ફરિયાદ કરી હતી. જે થોડા દિવસો પહેલા મુંબઇથી આવ્યો હતો.