ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન વીક શરુ થવાનું છે. વેલેન્ટાઈનની વાત આવે કે તરફ પ્રેમીપંખીડાઓનો મુદ્દો સામે આવતો હોય છે. આ માટે પ્રેમીપંખીડાઓ અગાઉથી કેટલીક તૈયારીઓ કરી રાખતા હોય છે. આવામાં પ્રેમી-પ્રેમિકા એક બીજાને મળવા માટેના પણ ખાસ પ્લાન ગોઠવતા હોય છે. પરંતુ બધા પ્રેમીઓનો સાથ આપવા માટે તૈયાર નથી હોતા, આવામાં કેટલીક જગ્યાઓ એવી પણ હોય છે કે જ્યાં પ્રેમીપંખીડા એક સાથે રહી શકતા નથી.
સાથે રહેવા માટે કેટલાક પેંતરા પણ તેમના દ્વારા કરવામાં આવતા હોય છે, આવી જ એક ઘટના દક્ષિણ ભારતમાં બની છે કે જ્યાં એક પ્રેમીએ કરેલી હરકત બાદ ચારે તરફ તેની ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ એ ચોંકાવનારી ઘટના શું હતું. કર્ણાટકમાં મણિપાલના રહેવાસી એક યુવકે પોતાની પ્રેમિકાની સાથે રહેવા માટે કરેલા એક જુગાડ બાદ તે વાયરલ થઈ રહ્યો છે. આ યુવક પોતાની ગર્લફ્રેન્ડને પોતાની સાથે હોસ્ટેલમાં લઈ જવા માટેનો પ્લાન બનાવ્યો હતો.
યુવકે પોતાની ગર્લફ્રેન્ડને હોસ્ટેલમાં લઈ જવા માટે તેને સૂટકેસમાં પેક કરીને લઈ જઈ રહ્યો હતો, પરંતુ જ્યારે યુવકની સૂટકેસ હોસ્ટેલથી જતા પહેલા ચેક કરવામાં આવી અને ત્યાં જ તેનો મોટો ભાંડો ફૂટી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દેખાય છે કે યુવક રાતના સમયે એક મોટી સૂટકેસ લઈને પોતાની હોસ્ટેલના મુખ્ય દરવાજા પાસે પહોંચે છે, અહીંથી યુવકની વિશાળ બેગ જાેઈને સિક્યોરિટી ગાર્ડને શંકા જાય છે અને યુવકને રોકીને તેની બેગ ખોલવા માટે કહેવામાં આવે છે.
પોતાની ચોરી પકડાઈ ગઈ તેમ માનીને યુવક ઢીલો પડી જાય છે અને એટલામાં બેગ ખોલતાની સાથે જ તેમાંથી એક છોકરી ઉભી થાય છે. આ જાેઈને આસપાસના સૌ કોઈને ભારે આશ્ચર્ય થાય છે. બાદમાં યુવકની છોકરીને સૂટકેસમાં લઈ જવા બાબતે પૂછપરછ કરવામાં આવે છે. હોસ્પ્ટેલ પહોંચેલા યુવકની સૂટકેસમાંથી છોકરી નીકળી તે ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જાેકે આ વીડિયો અંગે આઈએમ ગુજરાત પુષ્ટી નથી કરતું.
આ સિવાય આ બનાવ ક્યાં બન્યો તે અંગે કૉલેજના નામનો કોઈ ખુલાસો થયો નથી. કહેવાય છે કે યુવક પોતાની સૂટકેસમાં છોકરી એટલા માટે બંધ કરી હતી કે તે હોસ્ટેલમાંથી બહાર નીકળતી વખતે પકડાઈ ના જાય. જાેકે, તેની સૂટકેસની સાઈઝ અને વજન જાેઈને ગાર્ડને શંકા ગઈ હતી અને યુવકની ચોરી પકડાઈ ગઈ. વીડિયોમાં દેખાય છે કે છોકરાને ગેટ પાસે રોકવામાં આવે છે અને તેને સૂટકેસ અંગે પૂછવામાં આવે છે. જ્યારે સૂટકેસ ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી છોકરી નીકળે છે, આ વીડિયોને લઈને દાવો કરાઈ રહ્યો છે કે તે વર્ષ ૨૦૧૯નો છે. જાેકે, તે અંગે પણ કોઈ પુષ્ટી થઈ નથી.